Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

કમીજલા ખાતે અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે ભારતમાતા પુજન કરવામાં આવ્યું

સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર વિરમગામ તાલુકા દ્વારા કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :14 ઓગસ્ટે દેશભરમાં અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલા કમીજલા ખાતે પણ અખંડ ભારત સંકલ્પ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર વિરમગામ તાલુકા દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે ભારતમાતા પુજન કરવામાં આવ્યું હતું અને અખંડ ભારતના સંકલ્પને યાદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો મફાભાઇ ભરવાડ વિક્રમભાઈ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ સંયોજક રસિકભાઈ કોળી શૈલેષભાઈ કોળી સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર:  રસીક કોળી - રૂપાવટી)

(11:54 am IST)