Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 55થી વધુ તાલુકામાં વરસાદ : ગીર ગઢડા અને બારડોલીમાં પોણો ઇંચ

ગુજરાતમાં 17 ઓગસ્ટ બાદ ચોમાસું ફરી સક્રિય થવાના એંધાણ

અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 55થી વધુ તાલુકામાં વરસાદ  નોંધાયો છે. ગીર ગઢડા, બારડોલીમાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટના ગોંડલમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. પરંતુ હજી સારા વરસાદ માટે ખેડૂતોને રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં 17 ઓગસ્ટ બાદ ચોમાસું ફરી સક્રિય થવાના એંધાણ છે. જેથી 4 દિવસ બાદ ખેડૂતોને રાહત મળશે.

(10:47 am IST)