Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાજપીપળાના વતની અને ઝીમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજયમંત્રી રાજ મોદીએ દેશવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી

ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે ધંધાકીય ક્ષેત્રમાં સંબંધ વધે તે હેતુથી રાજ મોદી જાન્યુઆરી -૨૦૨૦માં ૨૧ દિવસ ની ભારતની મુલાકાતે આવ્યા હતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના વતની અને વર્ષોથી જીમ્બાબ્વે માં સ્થિર થયેલા રાજ મોદીજી એ 75માં સ્વાતંત્ર્ય પર્વની વિડીઓના માધ્યમથી ભારત દેશના નાગરીકો ને શુભકામનાઓ પાઠવી હતી.
  રાજ મોદીજી જાન્યુઆરી-૨૦૨૦ માં ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે ધંધાકીય ક્ષેત્રમાં સંબંધ વધે તે હેતુ થી  ૨૧ દિવસ ની ભારતની મુલાકાતે આવ્યા હતા અને સી. એમ.સહિત ના રાજકીય મહાનુભવો તેમજ ઉદ્યોગપતિ ઓ સાથે મુલાકાત કરી હતી.
મૂળ ભારત દેશના ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરમાં ઉછરેલા અને હાલ ઘણા વર્ષોથી જીમ્બાબ્વે દેશમાં ધંધાકીય કારણોસર સ્થાઇ થયેલા રાજ મોદીજી એ જીમ્બાબ્વે માં ઉદ્યોગ અને વાણિજયમંત્રી જેવું મોટું રાજકીય પદ મેળવી ભારત અને જીમ્બાબ્વે વચ્ચેના ધંધાકીય સબંધ વધે તેવા આશય થી પોતાની આવડત અને સૂઝબૂજથી કામ કરી રહ્યા છે ત્યારે એક ભારત દેશમાં જન્મેલા અને રાજપીપળા શહેરના વતની ની આવી સફળ અને ઉચ્ચ કક્ષાની કારકિર્દી આપણા દેશ માટે ગૌરવ સમાન છે.

(11:25 pm IST)