Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

સુરત ક્રાઈમ બ્રાન્ચના ASIને વેચેલો પ્લોટ બારોબાર બીજાને વેચી નાખ્યો : મહિલા સહીત બે સામે ફરિયાદ

સબ રજીસ્ટાર કચેરીમાંથી દસ્તાવેજ મહિલાએ છોડાવી તેના મળતીયાના નામે ફરીથી નવેસરથી વેચાણ દસ્તાવેજ કરી આપ્યો:પાલિકાના વેરાબિલમાં પણ નામ ચડાવી દીધુ હતુ,

સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતી મહિલાએ તેના સાગરીત સાથે મળી ક્રાઈમ બ્રાન્ચના એ.એસ.આઈ સાથે છેતરપિંડી કરી દોડતો કરી નાંખ્યો છે. મહિલાએ વર્ષો પહેલા તેનો જહાંગીરપુરામાં ગ્રીનપાર્ક સોસાયટીમાં આવેલો પ્લોટ તેને વેચાણ કર્યો હતો અને તેનો દસ્તાવેજ પણ બનાવી આપ્યો હતો પરંતુ ખુટતી સ્ટેમ્પ ડ્યુટીના કારણે સબ રજીસ્ટાર કચેરીમાં જમા રહેલો દસ્તાવેજ મહિલાએ બારોબાર છોડાવી તેના મળતીયાના નામે ફરીથી નવેસરથી વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો અને તેના આધારે પાલિકાના વેરાબિલમાં પણ નામ ચડાવી દીધુ હતુ,

 આ અંગેની જાણ થતા એ.એસ.આઈની પત્નીએ ગઈકાલે મહિલા સહિત બે સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાંદેર પોલીસના જણાવ્યા મુજબ જહાંગીરપુરા ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા અને ક્રાઈમ બ્રાન્ચમાં એ.એસ.આઈ સિરાજબાબુ મેહમુદ કડીવાલાની પત્ની હસીનાબેને ગઈકાલે તાહેરાબીબી સીરાજુદ્નિ (રહે, હબીબશા મહોલ્લો નાનપુરા ) અને મો.ઝુબેર અબ્દુલ રહીમ શેખ (રહે. આંબાવાડી કાલીપુલ સલાબતપુરા) સામે ફરિયાદ નોધાવી હતી જેમાં હસીબાબેને જણાવ્યું હતું કે તેઓ સન 1999માં તાહેરાબીબી પાસેથી રાંદેર રેવન્યુ સર્વે નં-86 ગ્રીનપાર્ક સોસાયટી પ્લોટ નં 69 રૂપિયા 25 હજરમાં ખરીદ્યો હતો અને તેની અવેજમાં 2 નવેમ્બર 1999ના રોજ ધી સુરત ટેક્ષટાઈલ ટ્રેડર્સ બેન્ક. લી કતારગામનો ચેકથી પેમેન્ટ ચુકવ્યું હતું.
પ્લોટનો વેચાણ દસ્તાવેજ હસીનાબેનના નામે બનાવી આપ્યો હતો. જેતે સમયે તાહેરાબીબીએ દસ્તાવેજની ઝેરોક્ષ આપી હતી જયારે અસલ દસ્તાવેજ કતારગામ સબ રજીસ્ટાર કચેરીમાં ખુટતી સ્ટેમ્પ ડ્યુટીના કારણે જમા હતો. દરમિયાન દસ્તાવેજ છોડાવા માટે સબ રજીસ્ટાર કચેરી દ્વારા સન 2014માં તાહેરાબીબીને નોટિશ મોકલી હતી.

(6:03 pm IST)