Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2024

તા. ૨૩થી ભાજપનું બુથ વિજય અભિયાન

વિવિધ મોરચા દ્વારા તમામ બુથમાં પાંચ-પાંચ ગ્રુપ મીટીંગ

રાજકોટ તા. ૧૩ : ગુજરાતમાં ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને તા. ૨૩ એપ્રિલથી ૩ મે સુધી બુથ વિજય અભિયાનનું આયોજન કરાયેલ છે. વિવિધ મોરચા દ્વારા બુથ દિઠ પાંચ-પાંચ ગ્રુપ બેઠક યોજવા તમામ શહેર - જિલ્લાને સુચના આપવામાં આવેલ છે.

તા. ૨૩ થી ૩ મે વચ્‍ચેના સમયમાં બુથમાં મતદાન યાદી પહોંચાડવા, બુથને મજબૂત બનાવવા માટેની યોજના બનાવવા, બુથ ઉપર છેલ્લા દિવસ (મતદાન દિવસ)ની યોજના બનાવવા, બુથ એજન્‍ટના નામો નક્કી કરવા તથા બુથ પરની ટીમ અને બુથમાં મતદાન કરાવનારની ટીમ નક્કી કરવા પાર્ટી તરફથી સુચના આપવામાં આવી છે.

બુથ વિજય અભિયાન અંતર્ગત નરેન્‍દ્રભાઇ મોદીની સરકારની છેલ્લા ૧૦ વર્ષની કામગીરી લોકો સમક્ષ મૂકવામાં આવશે.

(11:36 am IST)