Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મેરેજ સેરેમની પૂર્ણ થઈ ગઈ છે: સુરતના એક જ્વેલર્સ દ્વારા ગોલ્ડન ફોઈલ રોઝનો એક 5 ફૂટનો બુકે કપલને ગિફ્ટમાં મોકલ્યો છે. જ્વેલર્સ દ્વારા સ્પેશિયલ પાંચ ફૂટ મોટો બુકે તૈયાર કરીને મોકલવામાં આવ્યો છે

સુરત :બોલિવૂડમાં ગોલ્ડન કપલ તરીકે ઓળખાતા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મેરેજ સેરેમની પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે તેમના ચાહકો તેમને પોતાની રીતે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને ગિફ્ટ મોકલી રહ્યા છે.

એવામાં દેશની ડાયમંડ સિટી સુરતના એક જ્વેલર્સ દ્વારા ગોલ્ડન ફોઈલ રોઝનો એક 5 ફૂટનો બુકે કપલને ગિફ્ટમાં મોકલ્યો છે. જ્વેલર્સ દ્વારા સ્પેશિયલ પાંચ ફૂટ મોટો બુકે તૈયાર કરીને મોકલવામાં આવ્યો છે, જેની કિંમત લાખોમાં થાય છે.

ઉલ્લેખનીય છે કે, જ્વેલર્સ એવા ચોક્સી પરિવાર દ્વારા આ ગોલ્ડન ગિફ્ટ બનાવવામાં આવી છે. આખો ચોક્સી પરિવાર રણબીર-આલિયાનો ડાઈ હાર્ડ ફેન છે. તેમણે વિચાર્યું કે આ કપલને આપણા તરફથી કોઈ એવી ભેટ મોકલવામાં આવે કે જીવનભર યાદગાર બની રહે. આથી તેમણે સ્પેશિયલ ગોલ્ડન ફોઈલ રોઝનો બુકે ગોલ્ડન કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટને મોકલ્યો છે. લેબોરેટરીમાં ટેસ્ટ કર્યાના સર્ટિફિકેટ સાથે આ રોઝનો બુકે મોકલવામાં આવ્યો છે.

(11:56 pm IST)