Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

લાઇફ્ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનના આઈપીઓ માટે કેન્દ્ર સરકારે 50-60 એન્કર ઇન્વેસ્ટર્સની યાદી તૈયાર કરી છે : સરકાર ટૂંક સમયમાં જ તેની એન્કર બુક અંગે નિર્ણય લેશે

સૌથી મોટા ઇન્શ્યોરરનું વેલ્યૂએશન રૂ. 7 લાખ કરોડ આસપાસ બેસે છે એમ આ માહિતીથી જાણકાર અધિકારી જણાવે છે.

લાઇફ્ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનના આઈપીઓ માટે કેન્દ્ર સરકારે 50-60 એેન્કર ઇન્વેસ્ટર્સની યાદી તૈયાર કરી છે.

આ એન્કર ઇન્વેસ્ટર્સ યાદીમાં બ્લેકરોક, સેન્ડ્સ કેપિટલ, ફ્ડિેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સ, સ્ટાન્ડર્ડ લાઈફ્ અને જેપી મોર્ગનનો સમાવેશ થાય છે. સરકાર ટૂંક સમયમાં જ તેની એન્કર બુક અંગે નિર્ણય લેશે. એન્કર ઇન્વેસ્ટર્સ તરફી મેળવવામાં આવેલા પ્રતિભાવ પરથી એલઆઈસીના શેર્સની પ્રાઈસ ડિસ્કવરી નક્કી કરવામાં આવી હતી. જેને આધારે દેશના સૌથી મોટા ઇન્શ્યોરરનું વેલ્યૂએશન રૂ. 7 લાખ કરોડ આસપાસ બેસે છે એમ આ માહિતીથી જાણકાર અધિકારી જણાવે છે.

આકર્ષક વેલ્યૂએશનને કારણે વધુ રોકાણકારોને આઈપીઓમાં પાર્ટિસિપેટ થવાની તક પૂરી પાડશે એમ જોવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર તથા તેના મધ્યસ્થીઓએ વર્તમાન બજાર સ્થિતિને ધ્યાનમાં રાખી રોકાણકારો સાથે શ્રેણીબદ્ધ વેલ્યૂએશન વહેંચ્યાં હતાં. વેલ્યૂએશન અંગે ટૂંકમાં જ આખરી નિર્ણય લેવામાં આવશે એમ વર્તુળો ઉમેરે છે. સરકારે રોકાણકારો તરફથી પ્રતિભાવો મેળવ્યાં છે અને તે દેશના સૌથી મોટા આઈપીઓને સંસ્થાકીય તથા અન્ય રોકાણકારોમાં આકર્ષક બનાવવા માટે તેમના અભિપ્રાયોને ગણનામાં લેશે. ટોચના સરકારી અધિકારીઓને ધરાવતી ઉચ્ચ-સ્તરિય કમિટીએ મર્ચન્ટ બેંકર્સની સહાયતા વડે તૈયાર કરેલી રોકાણકારોની યાદીમાંથી ઇન્વેસ્ટમેન્ટ-કમિટમેન્ટ લેટર્સ મેળવવામાં આવ્યાં છે. જેમાં વેલ્યૂએશન ક્વોટ કરવામાં આવ્યું છે એમ અધિકારી જણાવે છે. તેમના મતે રોકાણકારોની આ યાદીમાંથી 25 ટકા રોકાણકારો પડતાં મૂકવામાં આવી શકે છે. જોકે બ્લેકરોક, સેન્ડ્સ કેપિટલ, ફ્ડિેલિટી ઇન્વેસ્ટમેન્ટ્, સ્ટાન્ડર્ડ લાઈફ્ અને જેપી મોર્ગનને મોકલવામાં આવેલા ઈ-મેલનો કોઈ પ્રત્યુત્તર પ્રાપ્ત થયો નહોતો. અધિકારીના જણાવ્યા મુજબ એન્કર ઇન્વેસ્ટર્સ અંગે ટૂંકમાં જ આખરી નિર્ણય લેવામાં આવશે. ક્વોલિફઈડ ઇન્સ્ટિટયૂશનલ બાયર્સ ક્વોટના ફૂલફીલમેન્ટને ગણનામાં લઈને આમ કરવામાં આવશે એમ તેઓ ઉમેરે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ્ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ(દીપમ)ના એસેસમેન્ટ મુજબ સરકારને રેગ્યુલેટર પાસે અધિક ફઈલિંગ માટે તથા ઇશ્યૂની જાહેરાત માટે 10-દિવસનો સમય જોઈશે. ઇન્વેસ્ટર બેઝને વ્યાપક બનાવવા માટે તથા સેબીની માર્ગદર્શિકાઓનું પાલન કરવા માટે સરકારે આઈપીઓ મારફ્તે અગાઉ નિર્ધારિત શેર્સ વેચાણની સંખ્યાંમાં ઉમેરો કરવો પડશે. કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં એલઆઈસીના 31.6 કરોડ શેર્સના વેચાણની જાહેરાત કરી હતી. સરકાર પાસે 7.5 ટકા સુધીના હિસ્સા વેચાણ માટે જગા છે. જોકે તે આનો ઉપયોગ કરે તેવી શક્યતા નથી. તે 5 ટકાથી સહેજ વધારે હિસ્સાનું જ વેચાણ કરશે એમ મનાય છે. નવો ફેરફર ઇન્શ્યોરર દ્વારા ફઈલ કરવામાં આવનારા નવા ડીઆરએચપીમાં દર્શાવવામાં આવશે. સરકાર એપ્રિલ મહિનામાં જ એલઆઈસીનો આઈપીઓ લોન્ચ કરવા ધારે છે.

મેગા આઈપીઓની ભીતરમાં

(1) સરકારે મોટા રોકાણકારો પાસેથી ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ લેટર્સ લીધાં

(2) ક્યુઆઈબી ક્વોટાના ફૂલફ્લિમેન્ટને આધારે એન્કર ઇન્વેસ્ટર્સ નક્કી કરવામાં આવશે

(3) કેન્દ્ર સરકારે રોકાણકાર સાથે વેલ્યૂએશન રેન્જની વહેંચણી કરી

(4) વર્તમાન માર્કેટ સ્થિતિને કારણે અપેક્ષા કરતાં નીચું વેલ્યૂએશન રહેશે

(5) ઓફરને આકર્ષક બનાવવા માટે વેલ્યૂએશન નીચું રાખવામાં આવશે

 

(11:49 pm IST)