Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

અમદાવાદના રીક્ષા ચાલકો CNG ના ભાવ વધતા આવતીકાલથી હડતાળ પર ઉતરવા જઈ રહ્યા છે . જેમાં સરકાર દ્વારા વધારવામાં આવેલા ગેસના ભાવનો ઘટાડો પાછો ખેંચવો, રિક્ષા ચાલકોને સીએનજી ગેસમાં સબસીડી આપવી સહિતની માગોને લઈ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરવા જઈ રહ્યા છે.

AAPનુ સંગઠન પણ આપશે સમર્થન

સતત વધતા સીએનજી ગેસના ભાવને લઈ 11 રિક્ષા એસોસિએશનો આવતીકાલથી હડતાળ પર ઉતરવા જઈ રહ્યા છે. જેમાં સરકાર દ્વારા વધારવામાં આવેલા ગેસના ભાવનો ઘટાડો પાછો ખેંચવો, રિક્ષા ચાલકોને સીએનજી ગેસમાં સબસીડી આપવી સહિતની માગોને લઈ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરવા જઈ રહ્યા છે.

આપને જણાવી દઈયે કે, ગુજરાત ગેસે ગતરોજ 2.58 રૂપિયાનો વધારો કર્યો હતો જેથી CNG નો ભાવ 79.56 રૂપિયાએ પહોંચી ગયો છે.

સીએનજી ના ભાવ માં થઈ રહેલ સતત વધારા વચ્ચે સરકારને બાન માં લેવા આમ આદમી પાર્ટી ના નેજા હેઠળ આવતીકાલે રીક્ષા હડતાળ કરવામાં આવશે.આપ સાથે સંકળાયેલ 11 રીક્ષા એસોસિએશન હડતાળ માં જોડાશે અને 2 લાખ કરતા પણ વધારે રિક્ષાઓ ના પૈડાં થંભી જવાના હોવાનો દાવો આપ દ્વારા કરવામાં આવ્યો છે.રીક્ષા એસોસિએશન ની માંગ છે કે સીએનજી માં થયેલ તોતિંગ ભાવ વધારો પરત ખેંચી સીએનજીને જીએસટી માં સમાવવું, રીક્ષાચાલકોને સીએનજી માં સબસીડી અને ભાડામાં વધારો આપવો.આવતીકાલે માત્ર અમદાવાદમાં રીક્ષા ચાલક હડતાળ પર ઉતરશે.આગામી સમયમાં માંગો પૂર્ણ નહીં થાય તો રાજ્યવ્યાપી દેખાવોની પણ ચીમકી અપાઈ છે

રિક્ષા ચાલકોની માગ શુ છે ?

  • CNG ગેસમાં વધારો પાછો ખેંચવામાં આવે
  • CNG ગેસને GSTમાં લાવવામાં આવે
  • રિક્ષા ચાલકોને CNGમાં સબસીડી આપવામાં આવે
  • રિક્ષા ભાડામાં વધારો કરવા મંજૂરી આપવામાં આવે

અઠવાડિયામાં કુલ 9.03 રૂપિયાનો ગુજરાત ગેસમાં થયો વધારો
ગુજરાત ગેસે 6 એપ્રિલે CNGના ભાવમાં 6.45 રૂપિયાનો વધારો કર્યો હતો. તો અઠવાડિયામાં જ વધુ એક વખત 2.58 રૂપિયાનો વધારો કરવામાં આવતા લોકો મૂંઝવણમાં મૂકાયા છે. અઠવાડિયામાં કુલ 9.03 રૂપિયાનો ગુજરાત ગેસમાં વધારો થયો છે. જેના કારણે વાહનચાલકો પર વધારાનો બોઝ પડ્યો છે. હવે CNGની સવારી પણ મોંઘી બની ગઈ છે.

1 એપ્રિલ એટલે કે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે મોટો ઝટકો લાગ્યો હતો. સીએનજી કિંમતમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં વધારો થતાં સીએનજી મહંત ચાલકોને ખિસ્સા ખાલી કરવાનો વારો આવ્યો છે પેટ્રોલ-ડીઝલ ની સાથે હવે અદાણી સીએનજી એ પણ રૂપિયા પાંચનો એક જ ઝાટકે વધારો કરી દેતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદમાં અદાણી ગેસ તરફથી સીએનજીની કિંમતમાં એક સાથે 5 રૂપિયાનો વધારો થયો હતો.

વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે મધ્યમવર્ગની કમર તૂટી ગઈ છે. પેટ્રોલ ડીઝલના મોંઘવારીના માર બચ્ચે જનતા પીડાઈ રહી છે. ઇંધણના ભાવ પર બ્રેક નહિ પણ ઘટાડાની માંગ ઊઠી છે. વાહનચાલકોએ ભાવ પર કાબુ લાવવા કરી સરકારને અપીલ કરી છે.સીએનજીના ભાવના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ઓટો રીક્ષા ડ્રાઈવર દ્વારા તેનો હવે પુરજોશથી વિરોધ કરવામાં આવ્યો છે તો બીજી તરફ નક્કી કરેલું ભાંડુ ન પોષતા તે હવે ઉચ્ચક ભાડું હવે પેસેન્જરો પાસેથી વસૂલી રહ્યા છે જેનો માર પણ સામાન્ય જનતા પર પડી રહ્યો છે. રેગ્યુલર ભાડામાં વધારો કરવા રિક્ષાચાલકોએ સરકાર પાસે માંગ કરી છે.

 

(11:46 pm IST)