Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

નાંદોદ ધારાસભ્ય પી ડી વસાવા ને શિક્ષકો એ તેમની પડતર માંગ બાબતે આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા સંયુક્ત સરકારી સંઘે નાંદોદ ધારાસભ્ય પી ડી વસાવા ને શિક્ષકો ની માંગો બાબતે આવેદન આપ્યું હતું

આજે રાજપીપળા આંબેડકર ચોક ખાતે આવેલા નાંદોદ ધારાસભ્ય પી.ડી. વસાવા ને જીલ્લાના શિક્ષકો એ ભેગા મળી તેમની પડતર માંગણીઓ ને લઈને આવેદનપત્ર આપ્યું હતું
આવેદનમાં ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા સહિતની માંગણીઓ  રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પહોંચાડશો અને રાજ્યના સર્વે કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃ સત્વરે શરૂ કરવામાં આવે તેવી વિનંતી આવેદનમાં કરવામાં આવી હતી.

(10:27 pm IST)