Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

રાજપીપળા કોલેજ સામે અચાનક વડ નું તોતિંગ વૃક્ષ સળગી ઉઠતા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

(ભરત શાહ દ્વારા) -  રાજપીપળા : રાજપીપળા કોલેજ ની સામે એક તોતિંગ વડના વૃક્ષ માં અચાનક આગ લાગતા આસપાસના રહીશોમાં ગભરાટ જોવા મળ્યો હતો જોકે સ્થાનિકોએ અખરે રાજપીપળા નગર પાલિકામાં જાણ કરતા પાલિકાના ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આ તોતિંગ વૃક્ષ પર પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી આગના કોઈ નુકશાન થયું નથી

જોકે આ વૃક્ષ માં આગ કેવી રીતે લાગી કોઈએ આસપાસ કચરુ સળગાવતા આ ઘટના બની કે અન્ય કારણે આગ લાગી એ બાબત હજુ જાણી સકાય નથી પરંતુ આ આગના કારણે લોકોના જીવ તાળવે જરૂર ચોંટી ગયા હતા.

(10:20 pm IST)