Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

રાજપીપળામાં ભર ઉનાળે ઘરોમાં લો-વોલ્ટેજની સમસ્યાથી ગરમીમાં લોકો હેરાન,જરૂરી લોડ ના ટીસી નાખવા માંગ

દરેક ફળિયાઓમાં કેટલાક ઘરોમાં એરકન્ડિશનર(એ.સી.) લાગતા જેતે વિસ્તારમા લાગેલા ટ્રાન્સફોર્મર લોડ પકડતા વોલ્ટેજ ડીમ થવાની તકલીફ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા શહેરમાં વર્ષો પહેલા વીજ કંપની દ્વારા દરેક ઘરમાં વીજળીનો કેટલો વપરાશ થશે,કેટલા વીજળીથી ચાલતા ઉપકરણો છે એ બાબતે સર્વે કરી ઘર દીઠ નોર્મલ લોડ બાબતે નોંધ લેવાઇ હતી પરંતુ હાલમાં ગ્લોબલ વોર્મિંગ ના કારણે દરેક ઋતુ માં બદલાવ ના કારણે ઉનાળામાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું હોય લોકોના ઘરમાં પંખા ખાસ અસર ન કરતા કેટલાક ઘરોમાં એરકન્ડિશનર લગાવ્યા છે ત્યારે દરરોજ બપોરે અને રાત્રે ગરમીથી બચવા આ લોકો એસી ચલાવતા હોવાથી વર્ષો જુના લોડ મુજબના ફિટ કરેલા ટ્રાન્સફોર્મર ની કેપેસિટી હવે કામ ન લાગતા દરેક વિસ્તારોમાં લો વોલ્ટેજ ની સમસ્યા ના કારણે માત્ર પંખા પર કામ ચલાવતા લોકોને પંખા ધીમા ફરતા આકરી ગરમીમાં ઊંઘ ન આવવાની તકલીફ માં મુકાયા છે માટે વીજ કંપની નવા લોડ મુજબના ટ્રાન્સફોર્મર ફિટ કરે તેવી માંગ છે.

◆ જોકે વીજ કંપનીના ઈજનેર ડી.એ.ટંડલે જણાવ્યું કે હા વાત સાચી છે કે જુના લોડ મુજબ હાલમાં આ ટીસી ચાલે તેમ નથી પરંતુ આ સમસ્યા આખા ગામની હોય આવનારા દિવસોમાં એક બાદ એક ટીસી નવા નાખવા બાબતે કામગીરી કરાશે.

(10:18 pm IST)