Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

રાજપીપળા જકાતનાકા નજીક GRD જવાનની મોટરસાયકલ સાથે ટ્રકે અકસ્માત કરતા જવાનને ઇજા થતાં ફરીયાદ નોંધાઇ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા નજીકના વડિયા જકાતનાકા પાસેથી પુરપાટ જતી એક હાઈવા ટ્રકે મોટરસાયકલ ને ટક્કર મારતા તેના ચાલક જીઆરડી જવાનને ઇજાઓ થતા ફરીયાદ નોંધાઈ છે

પ્રાપ્ત માહિતી મુજબ જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા ઇજાપામનાર જિગ્નેશભાઇ ફુલજીભાઇ વસાવા પોતાની નોકરી પુરી કરી પોતાની સ્પ્લેન્ડર મો.સા.રજી.નં બર G.J.22.F.8549 ની લઈને જીતનગર હેડ ક્વાટર થી ઘરે જતા હતા તે વખતે જકાતનાકા બાજુથી આવતી હાઇવા ટ્રક નંબર GJ , 05 AU , 5204 ના ચાલકે ટ્રક પુર ઝડપે હંકારી લાવી જીગ્નેશભાઇની મો.સા.ને જોરથી અથાડી એક્સીડેંટ કરી જમણા પગની ભાગે ફેક્ચર કરી શરીરે ઓછિ વત્તી ઇજાઓ કરી ગુનો કરતા રાજપીપળા પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.

(10:16 pm IST)