Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

સરકાર દ્વારા મફત અનાજની જાહેરાત પરંતુ નર્મદા જિલ્લાની ઘણી દુકાનોમાં હજુ પુરવઠા નો જથ્થો કેમ પહોંચ્યો નથી..?!!

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજ્ય સરકાર ગરીબોને મફત અનાજ આપવાની યોજના દ્વારા અવાર નવાર મફત અનાજ આપે છે પરંતુ હાલ એપ્રિલ મહિનામાં 14 તારીખ થવા છતાં હજુ નર્મદા જિલ્લામાં પુરવઠા ની ઘણી દુકાનોમાં અનાજ નો જથ્થો ન પહોંચતા કાર્ડ ધારકો મફત અનાજ અને રેગ્યુલ કાર્ડ ઉપર મળતા જથ્થા થી વંચિત હોય હાલ કારમી મોંઘવારી માં જિલ્લાના ગરીબ પરિવારો ને બે ટંક ભોજન માટે ફાંફા પડી રહ્યા છે.

નિયમ મુજબ એડવાન્સમાં દુકાનદારો પાસે પરમીટ ના રૂપિયા લઈ લેવાયા બાદ મહિનાના એડવાન્સ માં જથ્થો આપવાનો હોય છે પરંતુ તંત્રની લાપરવાહી કે અન્ય કોઇ કારણોસર ચાલુ મહિનામાં મફત અનાજ કે રેગ્યુલર અનાજ નો જથ્થો હજુ જિલ્લાની ઘણી દુકાનો માં ન પહોંચતા દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે તકરાર થાય છે સાથે સાથે મધ્યમ,ગરીબ પરિવારો સરકારી અનાજ ના ભરોસે બેસી રહેતા ભૂખે મરવાનો વારો આવ્યો હોય તેવી હાલત માં મુકાઈ ગયા છે, ત્યારે સમયસર આ જથ્થો દુકાનદારો સુધી કેમ નથી પહોંચ્યો એ બાબતની તપાસ થાય અને જવાબદારો સામે પગલાં લેવાઇ તેવી લોકો આશા રાખી રહ્યા છે .

■ જોકે આ બાબતે ડિસ્ટ્રીકટ સપ્લાય મેનજરે આશિષ પટેલે જણાવ્યું કે 4 એપ્રિલે બંને જથ્થાની પરમિટ આવી હોવાથી આ મહિને ઘણી દુકાનોમાં હજુ અનાજ બાકી છે પરંતુ 20 એપ્રિલ સુધીમાં લગભગ તમામ દુકાનોમાં જથ્થો પહોંચી જશે.

(10:15 pm IST)