Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

મૂંગા પશુઓ માટે પરંપરાગત રીતે ઉનાળામાં ઘાસચારાનું વાવેતર કરવાની વાત ગ્રાહ્ય રાખતા CM પટેલ : સરકારે હકારાત્મક વલણ અપનાવીને 1500 ક્યુસેક પાણી 15 એપ્રિલથી શરૂ કરીને દસ દિવસ સુધી આપવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને અપાઈ સુચના : સરકારના આ નિર્ણયને ખેડૂત આગેવાનોએ વધાવીને આભાર વ્યક્ત કર્યો

ગાંધીનગર : સરદાર સરોવર નર્મદા યોજના માં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન થયેલ નહોતું. આથી નર્મદા આધારિત પાકની કોઈ વાવણી ન કરવા ખેડૂત ભાઈઓને અપીલ કરવામાં આવી હતી. પરંતુ ઉત્તર ગુજરાતમાં મૂંગા પશુઓ માટે પરંપરાગત રીતે ઉનાળામાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે.

તાજેતરમાં ઉત્તર ગુજરાતના ખેડૂત મિત્રો તરફથી મુખ્યમંત્રી પટેલને પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજના ની નહેરો મારફતે એક પાણ આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે મુખ્યમંત્રી પટેલએ હકારાત્મક વલણ અપનાવીને 1500 ક્યુસેક પાણી 15 એપ્રિલથી શરૂ કરીને દસ દિવસ સુધી આપવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને સુચના આપેલ છે. આકરા ઉનાળા માં આ પાણી ઘાસચારાને જીવતદાન આપશે અને મુંગા અબોલ પશુઓ ને આ ઘાસચારો રાહત આપશે. સરકારના આ નિર્ણયને અનેક ધારાસભ્યઓ, પદાધિકારીઓ અને ખેડૂત આગેવાનોએ વધાવીને આભાર વ્યક્ત કર્યો છે.

(10:10 pm IST)