Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ભાજપને ટક્કર આપવા માટે AAP હવે પંજાબ પેટર્ન મુજબ પ્રજામાં એન્ટી-ઈન્કમ્બન્સી ઊભી કરી રહી છે. આ માટે AAPએ ગેરીલા એટેકની પદ્ધિતિ અપનાવી છે અને ભાજપના વિકાસ મોડલ પર જ પ્રહાર કરી રહી છે. AAPની દિલ્હી સરકારે આપેલી શિક્ષણ, વીજળી અને પાણી માટેની ફ્રી સુવિધાની યોજનાઓની તેઓ ગુજરાત સાથે તુલના કરી રહી છે.

ગુજરાતમાં ખરેખર અમુક લોકોનો જ વિકાસ થયો છે અને પ્રજા એમની એમ છે એવો કેજરીવાલે વારંવાર ઉલ્લેખ કર્યો હતો.

-ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ગમેત્યારે જાહેરાત થઈ શકે છે. આ માહોલમાં ભાજપને કોંગ્રેસની લગીરે ચિંતા નથી, પણ આમ આદમી પાર્ટી(AAP)નો ડર જરૂર લાગી રહ્યો છે. આનું કારણ એ છે કે આ રીતે તેઓ ગુજરાતની ભાજપ સરકારને ભીંસમાં લઈ રહી છે, જેથી તેના નેતાઓ ઉશ્કેરાઈ જાય છે.

ભાજપના ગુજરાતના વિકાસ મોડલ પર જ પ્રહાર
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ તાજેતરમાં ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે હતા. તેમની સાથે પંજાબમાં AAPની સરકારના મુખ્યમંત્રી ભગવંત માન પણ હતા. નિકોલથી બાપુનગર સુધીની રેલીમાં તે બંનેએ ડગલે ને પગલે ભાજપના 25 વર્ષના શાસનની ખામીઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે એક વખત અમને મોકો આપો અને ના ગમે તો બદલી નાખજો. 

દિલ્હીમાં આપેલી સુવિધાઓનો ગુજરાતમાં પ્રચાર
દિલ્હીમાં સાત વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે. આ કાર્યકાળમાં કેજરીવાલે પ્રજાની મૂળભૂત સુવિધાની સ્થિતિ સુધારવા મહેનત કરી હતી. પરિણામે, દિલ્હીમાં લોકોને મફત વીજળી અને પાણી આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ, સરકારી શાળાઓમાં મળતા શિક્ષણ અને સરકારી હોસ્પિટલોમાં મળતી સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. ત્યાં AAPએ નવી હોસ્પિટલો પણ બનાવી છે, જેના કારણે વિકાસનું દિલ્હી મોડલ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ કારણથી જ AAPને દિલ્હીમાં સતત બીજી ટર્મ મળી અને ત્યાંના કુલ 70માંથી હાલ 62 ધારાસભ્ય આપના છે. હવે કેજરીવાલ આ મોડલનો ગુજરાતમાં પ્રચાર કરે છે.

 

 

 

 

(9:49 pm IST)