Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

વડોદરાના અટલાદરા વિસ્તારમાં આઇપીએલ પર સટ્ટો રમતા ત્રણ શખ્સોને પોલીસે રંગે હાથે દબોચ્યા

વડોદરા: વડોદરાના અટલાદરા વિસ્તારમાં ગઇકાલે રાત્રે આઈપીએલની મેચ પર સટ્ટો રમતા ત્રણ જણાંને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે પાદરાના રાહુલને વોન્ટેડ જાહેર કર્યો છે.

મુજમહુડા-અટલાદરા નજીક સ્વામિનારાયણ હોસ્પિટલની સામે આવેલા આઈસક્રીમ પાર્લરની પાછળ કેટલાક લોકો આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમતા હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે ફોન ઉપર સટ્ટો લખાવી રહેલા કિરીટ અંબાલાલ પારેખ (વાલકેશ્વર ફળિયું,કલાલી ગામ, વડોદરા) તેમજ તેની સાથે, નયન સુરેશભાઈ રાય (પ્રમુખ વિહાર સોસાયટી સનફાર્મા રોડ, અટલાદરા) તેમજ વિકાસ સુરેશભાઈ ગોસ્વામી (અટલાદરા, કુંભાર ફળિયું) ને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ. 71,700 તેમજ 3 મોબાઇલ મળી રૂ.એક લાખ ઉપરાંતની મતા કબજે કરી હતી. પોલીસે ડાયરી તપાસતા તેમાં ઉપર 21,100 તેમજ ટીમ પંજાબ લખી અલગ-અલગ હિસાબો લખેલા હતા. પ્રાથમિક તપાસમાં ક્રિકેટનો સત્તો પાદરાના રાહુલ દરજી પાસે લખાવતા હોવાની વિગતો  ખુલતા રાહુલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

(6:19 pm IST)