Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

સુરતના પાંડેસરા વિસ્તારમાં એટીએમમાં રોકડ ઉપાડવા જનાર બે શ્રમજીવી સાથે ચાલાકી કરી કાર્ડ બદલી ભેજાબાજોએ 32 હજારની મતા ઉપાડી લેતા પોલીસ ફરિયાદ

સુરત: પાંડેસરાની દેવકીનંદન સ્કૂલ નજીક ઇન્ડસલેન્ડ બેંક અને ગુ.હા. બોર્ડ નજીકના એસબીઆઇના એટીએમમાં રોકડ ઉપાડવા જનાર બે શ્રમજીવીને રોકડ ઉપાડવામાં મદદરૂપ થવાના બહાને ચાલાકી પૂર્વક એટીએમ ડેબિટ કાર્ડ બદલી લઇ બંનેના એકાઉન્ટમાંથી ચાલાકી પૂર્વક રૂ. 32,300 ની મત્તા ઉપાડી લેનાર ભેજાબાજ વિરૂધ્ધ પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.

પાંડેસરા જીઆઇડીસીની મીલમાં નોકરી કરતો સુનીલ ગોરેલાલ યાદવ (ઉ.વ. 35 રહે. સુખીનગર, ગુ.હા. બોર્ડ, પાંડેસરા અને મૂળ. ધબોલી, તા. બંદા, જિ. સાગર, મધ્યપ્રદેશ) બે દિવસ અગાઉ મિત્ર નિલેશ પટેલ સાથે ઘર નજીક ઇન્ડસલેન્ડ બેંકના એટીએમમાં રોકડ ઉપાડવા ગયો હતો. જયાં એટીએમમાં ડેબિટ કાર્ડ ઇન્સર્ટ કરી પાસવર્ડ નાંખી બેલેન્સ ચેક કરી હતી. તે દરમિયાન પાછળ ઉભેલા અજાણ્યા યુવાને આ રીતે પૈસા નહીં નીકળશે, લાવો હું તમને મદદ કરૂ એમ કહી વાતચીતમાં ચાલાકી પૂર્વક સુનીલનો એટીએમ કાર્ડ બદલી લઇ ટેક્નિકલ એરર છે, થોડી વાર પછી પૈસા ઉપાડજો એમ કહી ત્યાંથી ચાલ્યો ગયો હતો. સુનીલ એટીએમની બાજુમાં આધારકાર્ડ થકી રોકડ ઉપાડી આપનાર દુકાનદારને ત્યાં રોકડ ઉપાડવા ગયો હતો. જયાં દુકાનદારે બેલેન્સ ચેક કરતા તેના એકાઉન્ટમાંથી રૂ. 21,300 વિડ્રોલ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જ

(6:21 pm IST)