Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

મહેમદાવાદ તાલુકાના ઘોડાલી ગામે શિક્ષકની જમીન પચાવી પાડનાર મહિલા સહીત અન્ય ચાર વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના ઘોડાલી ગામની સીમમાં ચાર શખ્સોએ એક શિક્ષકની જમીનમાં લાભ ભાગના હોવા છતાં બે ગુંઠા જમીનમાં ગેરકાયદેસર છાપરું બનાવી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સંદર્ભે જમીન માલિકે ઠપકો કરતા ચાર શખ્સોએ શિક્ષકને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

મહેમદાવાદ તાલુકાના ઘોડાલી તાબે વિજયપુરામા નટવરસિંહ બેચરભાઈ ડાભી રહે છે. તેઓ ખાત્રજ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓએ સને ૨૦૧૦માં ઘોડાલી ગામની સીમા સર્વે નં ૨૭, બ્લોક સરવે નં ૧૩૨ પૈકી હે.આર.ચો.મી. ૦-૫૧-૬૬ વાળી જમીન ગલાજી મુળજીની દીકરી તખાબેન પાસેથી નટવરસિંહ તથા ભાગીદાર અમરાજી ગબાજી ચૌહાણે ગીરો રાખી હતી. તે જમીન પૈકી બે ગુંઠા જમીનમાં અમરાજી ગબાજી ચૌહાણેે છાપરું તેઓ તથા ઘરના માણસો રહેતા હતા. દરમિયાન નટવરસિંહે તખાબેનના ભાગીયા ભુલાભાઈને ગીરોખતના પૈસા આપી જમીન ખાલી કરવાનું કહેતા અજયભાઈ મંગળભાઈ ચૌહાણ, વિજય મંગળભાઈ ચૌહાણ, મંગુબેન ભલાભાઈ ચૌહાણ તથા ભુલાભાઈ મંગળભાઈ ચૌહાણે નટવર સિંહને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે નટવરસિંહ ડાભીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે અજય ચૌહાણ, વિજય ચૌહાણ, મંગુબેન ચૌહાણ તથા ભુલાભાઈ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:18 pm IST)