Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

કપડવંજ તાલુકાના ગોચરના મુવાડામાં પતિ સહીત સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળે ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી

નડિયાદ : કપડવંજ તાલુકાના ગોચરના મુવાડામાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળે ફાંસો ખાધો હતો. આ બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસે આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ગુનામાં પતિ અને સાસુની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.

બાલાસિનોર તાલુકાના લાલજીપુરામાં રહેતા વિજયસિંહ સોમસિંહ સોલંકીની દીકરીના લગ્ન કપડવંજ તાલુકાના ગોચરના મુવાડામાં રહેતા વિજય ગોવિંદભાઈ ઝાલા સાથે થયા હતા. પરિણીતાનું લગ્ન જીવન શરૂઆતમાં સુખ રૂપ રહ્યું હતું. પરંતુ તે બાદ પતિ વિજયસિંહના અન્ય યુવતી સાથે જોડાયા હતા. જેને કારણે શિલ્પાબેન સાથે વિજયસિંહનો વ્યવહાર બદલાઇ ગયો હતો અને વારંવાર ઝઘડા કરતા હતા. આ ઉપરાંત  સાસુ ઘરકામ જેવી નજીવી બાબતે ઝઘડો કરી ત્રાસ ગુજારતા હતા. જેથી પરિણીતાએ ત્રાસ ન થતા તા. ૯/૪/૨૨ના રોજ શિલ્પાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મૃતક પરિણીતાના પિતાએ કપડવંજ રૂરલ પોલીસ મથકમાં પતિ અને સાસુ સામે આપઘાત કરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. કપડવંજ રૂરલ પોલીસે પતિ વિજય ગોવિંદ ભાઈ ઝાલા તેમજ સાસુ કૈલાશબેન ઝાલાને ઝડપી પાડી કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.

(6:18 pm IST)