Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ઊંઝાના મોતીપુરા વિસ્તારમાં 16 લાખની લોનના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને બે વર્ષની સજાની સુનવણી કરી

ઊંઝા: ઊંઝામાં બેન્ક ઓફ ઈન્ડીયાની શાખામાંથી પાંચ-છ વર્ષ અગાઉ વેપારીએ ૧૬ લાખની લોન લીધા બાદ વારંવારની નોટિસો બાદ રૃ.૧૫.૪૮ લાખનો વેપારીએ આપેલ ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સાદી કેદની સજા અને બમણી રકમ ૩૦.૯૬ લાખ તેમજ બેંકને વળતર પેટે આગામી દિવસમાં ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે.

ઊંઝા મોતીપુરા વિસ્તારમાં રહેતા વેપારી પટેલ ચેતનકુમાર બાબુલાલે છ વર્ષ અગાઉ બેંક ઓફ ઈન્ડીયાની શાખામાંથી રૃ.૧૦ લાખ કેશ-ક્રેડીટની લોન અને છ લાખ રૃપિયાનું મશીનરી ધિરાણ લીધેલ હતું. ત્યારબાદ વેપારી લોન ભરપાઈ કરવામાં ભારે બેજવાબદારી સાથે અનિયમિતતા દાખવતાં બેંકે અનેક સૂચનાઓ આપી હિસાબ કરવા જણાવતાં વેપારીએ તા.૧૦-૧૦-૨૦૧૭ના રોજ રૃ.૧૫.૪૮ લાખનો બેંક ઓફ ઈન્ડીયા ઊંઝા શાખાનો ચેક બેંકને આપેલ હતો. જે ચેક બેલેન્સના અભાવે રિટર્ન થયો હતો. જેથી બેંકે વેપારીને ચેક રિટર્નની નોટિસ આપવા ચતાં કોઈ પ્રત્યુત્તર નહિ થતાં તત્કાલિન બેંક મેનેજર રાકેશ વર્માએ વેપારી વિરુદ્ધ દાખલ કરેલ ફરિયાદના કેસની આજે ઊંઝા કોર્ટમાં સુનાવણી થતાં વેપારી દોષિત ઠરતાં ચેક રિટર્ન કેસમાં નેગોસીએબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ અન્વયે બે વર્ષની સાદી કેદની સજા તથા બેંકને ચેકની રકમ કરતાં બમણી રકમ રૃ.૩૦.૯૬ લાખ વળતર પેટે આગામી ૩૦ દિવસમાં અદાલતમાં ચૂકવવા હુકમ કર્યો છે. જો વેપારી સમયસર રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો ત્રણ માસની સાદી કેદની સજા અલગથી ભોગવવાનો આદેશ કર્ર્યો છે.

(6:14 pm IST)