Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

મુખ્ય નગર નિયોજકની કચેરી-ગાંધીનગરના ટાઉન પ્લાનર નયનભાઇ નટવરલાલ મહેતાના રીમાન્ડ દરમ્યાન મળી આવેલ પાંચ લોકરમાંથી સોના-ચાંદીના-પ્લેટેનીયમ દાગીના, કેનેડીયન ૧૦૦ ડોલરની ૫ નોટો તથા રોકડ નાણાં મળી કુલ રૂ.૮૧,૨૭,૬૨૦/- ને સીઝ કરતી એ.સી.બી.

આરોપીના રિમાન્ડ દરમ્યાન ઉંડાણ પુર્વકની પુછ-પરછ કરતા આરોપીના પોતાના તથા તેમની પત્તનિના અને પુત્રીના નામે પાંચ લોકર મળી આવેલ

ગાંધીનગર: ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૫/૨૦૨૨ ભ્ર.અધિ.નિ.સુધારા ૨૦૧૮ ની કલમ ૭, ૧૨, ૧૩(૨) મુજબના ગુનાના આરોપી નયનભાઇ નટવરલાલ મહેતા, વર્ગ-૧, ટાઉન પ્લાનર, મુખ્ય નગર નિયોજકની કચેરી, સેક્ટર-૧૦, ગાંધીનગર વધારાનો ચાર્જ ટાઉન પ્લાનીંગ ઓફીસર, વર્ગ-૧, નગર રચના અધિકારીની કચેરી, ગુડા એકમ, સેક્ટર ૧૧, ગાંધીનગર તા.૦૯/૦૪/૨૦૨૨ ના રોજ નોંધાયેલ જેમાં આરોપીએ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી પંચ-૧ ની હાજરીમાં રૂ.૧૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી, લાંચના નાણાં સ્વિકારી પકડાઇ ગયેલ તથા આરોપીના ઘરની ઝડતી તપાસ દરમ્યાન રોકડા રૂ.૪,૨૨,૧૦૦/- મળી આવેલ. આ ગુનામાં આરોપીને અટક કરી, નામદાર સેશન્સ કોર્ટ, ગાંધીનગર ખાતે રજુ કરી રિમાન્ડની માંગણી કરતા નામદાર સેશન્સ કોર્ટ, ગાંધીનગર નાઓએ તા.૧૨.૦૪.૨૦૨૨ ના કલાક:૧૭:૦૦ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કરેલ
આરોપીના રિમાન્ડ દરમ્યાન ઉંડાણ પુર્વકની પુછ-પરછ કરતા આરોપીના પોતાના તથા તેમની પત્તનિના અને પુત્રીના નામે પાંચ લોકર મળી આવેલ. જેની ઝડતી તપાસ દરમ્યાન એસ.બી.આઇ., યુનિયન બેંક, બેંક ઓફ બરોડાના લોકરોમાંથી રોકડ રૂ.૨૪,૬૦,૧૧૫/-, સોનાના દાગીનાની કિંમત રૂ.૪૭,૯૧,૧૩૦/-, ચાંદીના દાગીનાની કિંમત રૂ.૨,૦૫,૫૨૫,/-, પ્લેટેનીયમના દાગીનાની કિંમત રૂ.૬,૭૦,૮૫૦,/- તથા કેનેડીયન ૧૦૦ (સૌ) ડોલરની પ (પાંચ) નોટો એમ કુલ મળી રૂ.૮૧,૨૭,૬૨૦/- મળી આવેલ છે જેને એ.સી.બી. દ્વારા સીઝ કરવામાં આવેલ છે.
આ કામના આવા ઇસમોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની તથા સરકારી અધિકારી/ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર અંગેના વ્યવહારોની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નં. ૧૦૬૪; ફોન નં.૦૭૯-૨૨૮૬૬૭૭૨, ફેક્સ નં. ૦૭૯-૨૨૮૬૯૨૨૮, ઇમેઇલ-astdir-acb-f2@gujarat.gov.in., Whatsapp No.૯૦૯૯૯-૧૧૦૫૫ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા સી.ડી. દ્વારા અથવા પેન ડ્રાઇવ મા પણ માહિતી મોકલવા નાગરીકો ને આહવાન કરવામાં આવે છે.

(5:52 pm IST)