Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના કરાંઠા ગામના ખેડૂત પ્રિયંકા પટેલે 3 એકરમાં 1300થી વધુ જામફળના છોડ વાવ્‍યા અને દોઢ જ વર્ષમાં મબલખ આવક શરૂ થઇ

બાગાયતી પાક કરીને આર્થિક પરિસ્‍થિતિમાં સુધારો થયો

નર્મદા: નર્મદાના નાંદોદ તાલુકાના કરાંઠા ગામના ખેડૂતોએ આવકમાં વધારો કરવા માટે નવા પ્રયોગ કરી રહ્યા છે. ત્યારે હવે કરાંઠા ગામના ખેડૂતોએ બગાયતી પાક કરતા આર્થિક સ્થિતિમાં સુધાર આવ્યો છે. કરાંઠ ગામના ખેડૂત પ્રિયાંક પટેલે પહેલા કેળાની ખેતી કરતા હતા. ત્યારે હવે તેઓ જામફળની ખેતી કરી રહ્યા છે. પ્રિયાંક પટેલે 3 એકરના ખેતરમાં 1300થી વધુ છોડ વાવ્યા છે. દોઢ વર્ષમાં જ ખેડૂતની આવક થવાની શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે પ્રિયાંક પટેલની 20 વર્ષ સુધી આવક ચાલુ રહેશે. હાલમાં પ્રિયાંક પટેલ જામફળની સાથે અન્ય ખેતી પણ કરી રહ્યા છે. હાલમાં પ્રિયાંક પટેલ ગુજરાત જ નહિ, પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જામફળ વેચીને સારુ વળતર મેળવે છે. ત્યારે હવે પ્રિયાંક પટેલે અન્ય ખેડૂતોને પણ બગાયતી ખેતી કરવા માટે સૂચન આપ્યા છે. જો ખેડૂતો બગાયતી ખેતી તરફ આગળ વધે તો આવકમાં વધારો થઈ શકે છે.

નાંદોદ તાલુકાના કરાંઠા ગામના ખેડૂત બાગાયતી પાક કરીને તેની આર્થિક પરિસ્થિતિમાં સુધાર લાવ્યા છે. કરાંઠા ગામમાં રહેતા પ્રિયાંક પટેલ પેહલા કેળાની ખેતી કરતા હતા. કેળાની ખેતીમાં વર્ષે આવક થતી હતી. ત્યારબાદ તેમને વર્ષ 2019 થી તડબૂચની ખેતી કરી, પણ તડબૂચનો પાક જયારે બજારમાં વેચવાનો સમય આવ્યો ત્યારે લોકડાઉન આવી ગયું. ત્યારે આ જાગૃત ખેડૂતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાનો સહારો લઈને સોશિયલ મીડિયા થાકી તડબૂચનું વેચાણ શરુ કર્યું હતું. જેમાં તેમને સારી આવક થઈ હતી.

પ્રિયાંક પટેલને ત્યારબાદ બાગાયતી ખેતી તરફ વળવાનો વિચાર આવ્યો અને હાલ તેમણે લાલ જામફળની ખેતી કરી છે. પોતાના 3 એકર ના ખેતરમાં 200 રૂપિયાના ભાવના લાલ જામફળના 1300 થી પણ વધુ છોડ વાવ્યા છે. આ જામફળની ખેતી 20 વર્ષ સુધી આવક આપશે. જામફળનું ઉત્પાદન દોઢ વર્ષમાં શરુ થઈ જાય છે. એટલે 20 વર્ષ સુધી ખેડૂતની આવક ચાલુ જ રહે છે અને ઉત્પાદન માટે રાહ પણ જોવી પડતી નથી. જામફળની ખેતીની સાથે બીજા પણ પાક લઈ શકાય છે. જેથી આવક બમણી થઈ જાય છે.

જામફળમાંથી અનેક વસ્તુઓ બનાવીને આવક કરી શકાય

જામફળની ખેતી કરવાથી તેમાંથી નેચરલ જ્યુસ માટે તેનો પલ્પ પણ બનાવીને બજારમાં વેચી શકાઈ છે. જયારે એમાંથી વેફર પણ બને છે અને જામફળનો પાવડર પણ બજારમાં વેચીને આવક થઈ શકે છે. આ લાલ જામફળનું ફળ 1 કિલો ગ્રામ થતું હોય છે. પલ્પની વાત કરીયે તો બજારમાં 200 રૂપિયે કિલો જામફળનો પલ્પ વેચાતો હોઈ છે. હાલ કરાંઠા ગામના પ્રિયાંક પટેલ પોતાના ખેતરના જામફળ ગુજરાત જ નહિ પણ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ વેચીને સારું વળતર મેળવી રહ્યા છે. જામફળના વેચાણ માટે એમને ક્યાંય જવાની જરૂર પડતી નથી. સોશિયલ મીડિયાના માધ્યમ થકી પોતે માર્કેટિંગ કરીને જામફળ વેચી રહ્યા છે. પ્રિયાંક પટેલ જણાવે છે કે જો ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે તો ચોક્કસ ખેડૂતોની આવક બમણી થઈ શકે છે.

(5:47 pm IST)