Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

આ વખતે એપ્રિલ મહિનામાં જ મે અને જુન મહિના જેવી ગરમા પડવા લાગીઃ હીટ સ્‍ટ્રોકનો ખતરો વધી ગયો

મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર થઇ જતા લોકોને સાવચેત રહેવા ચેતવણી

અમદાવાદ: આ વખતે એપ્રિલ મહિનામાં મે અને જૂન જેવી ગરમી અત્યારથી જોવા મળી રહી છે. પારો 40ને પાર પહોંચી ગયો છે. એવામાં લોકો પર હીટ સ્ટ્રોકનો ખતરો વધી ગયો છે. ત્યારે હીટ સ્ટ્રોક સાથે જોડાયેલી વાતો તમારા માટે મદદગાર બની શકે છે.

એપ્રિલના મહિનામાં અંગ દઝાડતી ગરમીની અસર જોવા મળી રહી છે. ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. વિશેષજ્ઞોનું માનીએ તો જેવો પારો 45 અને તેનાથી વધવા લાગશે એટલે હીટ સ્ટ્રોકનો ખતરો વધવા લાગે છે. 45 ડિગ્રીને પાર ગરમી પહોંચતાં જ આકરો તાપ શરીરને દઝાડવા લાગે છે. પંખા અને કૂલર કામ કરવાનું બંધ કરી દે છે. એવામાં શરીરમાં થર્મોસ્ટેટમાં પણ ગરબડ થવા લાગે છે. થર્મોસ્ટેટમાં ગરબડ થવાથી શરીરની નેચરલ કૂલિંગ સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે. તેના કારણે હીટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. ત્યારે હીટ સ્ટ્રોક કેમ થાય છે,અને તેના શું લક્ષણ હોય છે.

હીટ સ્ટ્રોકના કારણ:

- ભારે તાપમાં ઘરથી બહાર નીકળવાથી, લાંબા સમય સુધી તડકામાં રહેવાથી શરીરનું તાપમાન સામાન્યથી વધી જાય છે.

- ભીષણ ગરમીની સિઝનમાં થાઈરોઈડ અસંતુલિત થતાં અને બ્લડ શુગર લેવલ ઓછું થવાથી આ ખતરો વધી જાય છે.

- નબળી ઈમ્યૂન સિસ્ટમ થવાથી, આલ્કોહોલનું સેવન કરનારા, હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ અને એન્ટી-ડિપ્રેસેન્ટ્સનો નિયમિત ઉપયોગ

હીટ સ્ટ્રોકના લક્ષણ:

- પગમાં દુખાવો

- માથું ભારે રહેવું કે દુખાવો થવો

- ચહેરો લાલ થઈ જવો

- બેચેની થવી

- આંખોમાં દુખાવો થવો

- ઝાડા-ઉલટી થવી

- વારંવાર તરસ લાગવી

- બ્લડ પ્રેશર વધવું

- શરીરમાં અત્યંત નબળાઈ આવવી

- બેભાન થઈ જવું

- ચામડી અને નખ શુષ્ક થઈ જવા

હીટ સ્ટ્રોકની સ્થિતિમાં વ્યક્તિએ વિશેષ દેખરેખ રાખવાની જરૂર રહે છે. જોકે કોઈ કારણવશ આવી સ્થિતિમાં રહેવાનું થાય તો સ્થિતિ જીવલેણ બની શકે છે.

બચાવ માટે આ સાવધાની રાખો:

- વધારેમાં વધારે પાણી પીઓ અને લિક્વિટ ડાયેટ લો,જેથી ડિહાઈડ્રેશન ન થાય

- તાપમાં શરીરને ઢાંકી રાખો, સુતરાઉ કપડાં પહેરો

- કાચી કેરીનું પાણી, શિકંજી, છાશ, લસ્સી વગેરે ઠંડી ચીજોનું સેવન કરો

- ખાલી પેટે ઘરમાંથી બહાર ન નીકળશો

- તડકામાં ઘરેથી નીકળતાં પહેલાં એક ગ્લાસ પાણી જરૂર પીઓ

- તડકામાંથી ઘરે આવ્યા પછી તરત પાણી ન પીઓ, થોડી વાર રહીને પીઓ

- લીલા શાકભાજી અને ફળોનું ભરપૂર સેવન કરો

- છત્રી લગાવીને અને શરીરને કવર કરીને તડકામાં નીકળો

- ગ્લૂકોઝ પોતાની પાસે રાખો જેથી જરૂર પડે ત્યારે પી શકાય

(5:45 pm IST)