Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

આણંદ, ખંભાત સહિત ગુજરાતની રામનવમીની શોભાયાત્રા અંગે આઈબી દ્વારા અપ ટુ ડેટ રિપોર્ટ થયેલો

ખંભાતના તોફાનો પાછળના ષડયંત્રની ચોંકાવનારી વિગતો પણ પૂરી પાડવાની જોરદાર ચર્ચાઓ

રાજકોટ, તા. ૧૪:  આણંદ અને ખંભાતમાં રામનવમી અંતર્ગત નીકળેલ શોભાયાત્રામાં બન્‍ને પક્ષો દ્વારા સામસામે પથ્‍થરમારા અને પોલીસ વાહનો સળગાવવા તથા એસપી સહિતના અઘિકારીઓ ર્પ થયેલ હુમલાઓ બાબતે હરહંમેશ જાગળત રહેવા માટે જાણીતી સ્‍ટેટ આઇબી આ કિસ્‍સામાં કેમ થાપ ખાધી તેવા અનુમાનો વચ્‍ચે વાસ્‍તવિકતા બિલકુલ અલગ છે, સ્‍ટેટ આઇબી દ્વારા  માત્ર આ બે યાત્રા નહિ તમામ યાત્રા માટે અપ ટુ ડેટ રિપોર્ટ આપેલ અને આણંદ ખંભાત માટે તો સ્‍ટેટ આઇબી દ્વારા સાવચેતીના સુરો પણ રેલાવાયેલા તેવું રાજ્‍ય પોલિસ તત્રનાં જાણકારો જણાવી રહ્યા છે.                             

 સ્‍ટેટ આઇબી રિપોર્ટ આધારે જ બન્ને જગ્‍યા પર પૂરતો બંદોબસ્‍ત જ હતો, પરંતુ ગમે તે બન્‍યું હુમલાખોરો પોતાની ભૂમિકા ભજવી ગયા.       

 દરમિયાન આણંદ પોલિસ દ્વારા પાકિસ્‍તાન કે અફઘાની સ્‍થાન કાવતરાં અંગે હા કહે તો હાથ અને ના કહે તો નાક કપાય અર્થાત્‌ હા કે ના બંને કહેવા હાલના તબકકે રાજી નથી. આણંદ એસપી અજિત  રાજ્‍યાન દ્વારા મહત્‍વની વિગતો પત્રકારો પાસે રજૂ કરવામાં આવેલ.

આણંદ જિલ્લામાં આવેલા ખંભાતમાં ગત ૧૦ એપ્રિલે થયેલા પથ્‍થરમારામાં જિલ્લા ડીએસપી અજીત રાજયાને પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ચોકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, પથ્‍થરમારાના કેસમાં અત્‍યાર સુધીમાં ૧૧ આરોપીઓની અટકાયત કરાઈ છે. જેમાંથી ૯ની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજુ કર્યા છે. તેમની ટેકનિકલ અને અન્‍ય માહિતી લેતા તેઓ રામનવમીની શોભાયાત્રા પર પથ્‍થરમારો કરવાના હોવાનો એડવાન્‍સ પ્‍લાન્‍ટ બનાવ્‍યો હતો. તેમણે કાવતરૂ કરી છેલ્લા કેટલાય મહિનાઓથી આ પ્‍લાન તૈયાર કર્યો હતો અને પોતે વિસ્‍તારમાં પ્રભુત્‍વ જમાવવા માટે આ પ્‍લાન તૈયાર કર્યો હતો.

ખંભાત તોફાન પાછળ જે કાવત્રુ ઘડાયેલ તેની મહત્‍વની વિગતો પણ આઈબી દ્વારા પૂરી પાડવામાં આવેલ જે સ્‍થાનિક પોલીસ માટે ખૂબ ઉપયોગી બનેલ.

(4:51 pm IST)