Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ગુજરાતના ૩ાા કરોડ લોકોને મફત અનાજનો લાભ : મંત્રી નરેશ પટેલ

રાજકોટ તા. ૧૪ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, કેન્‍દ્ર સરકાર અને રાજય સરકારે ગરીબ, કિસાન, મહિલાઓના ઉત્‍થાન માટે અનેકવિધ યોજાનાઓ બનાવી છે તે દરેક યોજના જન-જન સુઘી પહોંચે તે માટે ૭ એપ્રિલથી ૨૦ એપ્રિલ દરમ્‍યાન ગુજરાત રાજયમાં સામાજીક ન્‍યાય પખવાડીયું જીલ્લા-મહાનગર અને મંડલ સ્‍તરે યોજાઇ રહ્યુ, જે અંતર્ગત ગઇકાલે ગાંધીનગર પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે  ગરીબ કલ્‍યાણ અન્ન યોજના અંતર્ગત  આ કાર્યક્રમના ઇન્‍ચાર્જ  અને રાજયના નાગરિક પુરવઠા મંત્રી  નરેશભાઇ પટેલે પત્રકાર પરિષદમાં જણાવેલ કે,કોરોના મહામારીમાં કોઇ ગરીબ વ્‍યકિત ભૂખ્‍યું ન સુવે તેની ચિંતા આપણા દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ કરી અને ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કરી. જેમાં ગુજરાતમાં સાડા ત્રણ કરોડ જન સંખ્‍યાને સીધો આ યોજનાનો લાભ મળે છે. જેમાં મળવા પાત્ર અનાજ સિવાય ગુજરાતમાં ૧૮૦ મેટ્રીક ટન અનાજ ૨ રૂપિયા કિલો ઘઊં અને ૩ રૂપિયા કિલો ચોખા આપીએ છીએ.

વડાપ્રધાનશ્રી મોદી એ મફત અનાજ આપવાની યોજના સપ્‍ટેમબર સુધી લંબાવવાની જાહેરાત કરી છે આનાથી મોટી કોઇ યોજના કોઇ સરકારમાં બની નહી હોય અને ગરીબ વ્‍યકિતને અન્ન આપવાની આ યોજનાને કારણે વડાપ્રધાનનો આભાર માન્‍યો. ગઇકાલે અન્ન યોજના અંતર્ગત સવાર સુધીમાં દોઠ લાખ લોકોએ અન્નાજ લઇ યોજનાનો લાભ લીધો છે. શ્રી નરેશભાઇ પટેલે અંતમાં અપીલ કરતા જણાવ્‍યું કે સરકાર દ્વારા જે પણ અનાજ આપવામાં આવે છે તેનો સદઉપયોગ કરવામાં આવે અને અનાજનો બગાડ ન થાય તેની ખાસ તકેદારી રાખવામા આવે. તેમ ભાજપના પ્રદેશ મીડિયા સંયોજક યજ્ઞેશ દવે જણાવે છે.

(3:22 pm IST)