Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ધોલેરા તાલુકા ભાજપ મંડલ દ્વારા ગાંફ ગામે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી

( વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકા ભાજપ મંડલ દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરજી જન્મજયંતી નિમિત્તે ધોલેરા તાલુકા ના ગાંફ ગામે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાંને દિપપ્રાગ્ટ કરી પુષ્પાંજલી કરી જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં ધોલેરા તાલુકા ભાજપ મંડલ ના મહામંત્રી પધ્યુમનસિંહ (પદુભા) ચુડાસમા, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રતિનિધિ અનિલસર વેગડ, મંડલ આગેવાન સિદ્ધરાજસિંહ ચુડાસમા, ધોલેરા તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન નિલેશભાઈ ચાવડા,મંડલ આગેવાન &ગાંફ ગામના સરપંચ હિતેશભાઈ પરમાર,મંડલ આગેવાન રાજેશભાઈ ધારાણી, અનુસુચિત મોર્ચા પ્રમુખ પ્રકાશભાઈ દુલેરા, ધંધુકા વિધાનસભા આઈ. ટી ઈન્ચાર્જ પરેશભાઈ હપાણી, ધોલેરા તાલુકા ભાજપ મંડલ આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, અને ગામના લોકો હાજર રહ્યા હતા. (તસવીર : પરેશ હપાણી - ધોલેરા )

(3:10 pm IST)