Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

શું હાર્દિક પટેલ ચૂંટણી પહેલા કેસરિયા કરશે ?

અમદાવાદ : કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્ર્દિક પટેલ કોંગ્રેસમાં લાંબા સમયથી અકળામણ અનુભવી રહ્યા છે અને તેમણે તેમના રોષનો પડઘો ગઇકાલે અંગ્રેજી અખબાર સમક્ષ પાડયો હતો. જેમા તેમણે પોતાના પક્ષને આડે હાથ લીધો હતો જે રીતે હાર્દિક પટેલ પોતાના જ પક્ષની જોરદાર ટીકા કરી રહ્યા છે તેના ઉપરથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે કે શું પાટીદાર નેતા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાય જશે ? પાટનગરમાં ચર્ચાતી વિગત અનુસાર આ યુવા નેતા આગામી દિવસોમાં નવા જુની કરવાની મૂડમાં છે અને અંદરખાને કોંગ્રેસ પક્ષથી કંટાળી તેમણે ભાજપની નેતાગીરી સાથે ગુપ્‍તરાહે સંપર્ક અભિયાન પણ શરૂ કરી દીધાનું હોવાનું કહેવાય છે. પાટનગરમાં ચર્ચાતી વિગત અનુસાર એક વખત બધુ ‘સેટીંગ' થઇ જાય કે તરત જ આ નેતા વંડી ઠેકી જશે. એવું પણ ચર્ચાય છે કે ભાજપ પણ હવે હાર્દિક સમક્ષ કુણુ વલણ અપનાવી પોતાનો રાજકીય ફાયદો નિહાળી તેમને કોઇ સ્‍થાન કે વચન આપી દેશે. આગામી દિવસોમાં ધડાકા - ભડાકા મોટાપાયે થાય તેવી શક્‍યતા છે.

 

(10:42 am IST)