Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે રાત્રે અમદાવાદના સીટીએમ ચાર રસ્તા પાસે રેડ કરી મોહમ્મદ ફારૂક રૂ. 6 લાખનું મૂલ્ય ધરાવતા 60 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો : ફારૂક પાસેથી પોલીસને (Police) સાપ્તાહિક અખબારનું પ્રેસ આઈકાર્ડ મળી આવતા આરોપી પત્રકારત્વની આડમાં ડ્રગ્સનો વેપલો કરતો હોવાની શંકા છે

રીતે યુવધાન ને બરબાદ કરવા માટે ડ્રગ વેચવા માં આવી રહ્યું છે

અમદાવાદઃ Sog ક્રાઈમ બ્રાન્ચે  મંગળવારે રાત્રે સીટીએમ ચાર રસ્તા પાસે નાયલોન નેટ પ્લાન્ટ સામે AMCની પાર્કીંગની દીવાલ પાસેથી રેડ કરી મોહમ્મદ ફારૂક રૂ. 6 લાખનું મૂલ્ય ધરાવતા 60 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. પટવાશેરીના જાવેદશા પાસેથી ફારૂક લાલા ડ્રગ્સનો જથ્થો લાવ્યાની વિગતો પોલીસને મળી હતી.

ફારૂક પાસેથી પોલીસને (Police) સાપ્તાહિક અખબારનું પ્રેસ આઈકાર્ડ (Press ID card) મળી આવતા આરોપી પત્રકારત્વની આડમાં ડ્રગ્સનો વેપલો કરતો હોવાની શંકા છે.
પોલીસે સ્થળ પર એફએસએલ અધિકારીને બોલાવી પકડાયેલો પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનો પ્રાથમિક રિપોર્ટ મેળવ્યા બાદ કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી ફારૂક ઉર્ફે લાલા મેમણ પાસેથી 4 મોબાઈલ ફોન, પ્લાસ્ટિકની ઝીપ બેગ 16 નંગ, રોકડ રકમ રૂ. 2100, સફેદ સ્વિફ્ટ કાર, આધાર કાર્ડ, નાનો ડિજિટલ વજન કાંટો, સાપ્તાહિક ન્યૂઝ પેપરનું મેમણ. એમ. ફારૂકના નામનું પ્રેસનું આઈ કાર્ડ કબ્જે કર્યું હતું.

પોલીસે 60.700 ગ્રામ મેફેડ્રોન રૂ. 6,07,000ના મૂલ્યનું, સ્વિફ્ટ કાર રૂ. 5 લાખ મળીને કુલ રૂ. 11,29,600નો મુદ્દામાલ કબ્જે લઇ આરોપી મો. ફારૂક ઉર્ફે લાલા ગુલામ હુસેન મેમણ ઉં. 28 રહે, ઇમરાન પાર્ક, મોમીન પાર્કની ગલી, ફતેવાડીને ડિટેઇન કરી કોવિડ ટેસ્ટ કરાવી ક્વોરન્ટાઈન કર્યો હતો. પોલીસ તપાસમાં આરોપી ફારૂક ડ્રગ્સનો જથ્થો પટવા શેરીના જાવેદશા પાસેથી લાવ્યો હતો.

મહત્વની વાત તો એ છે કે ગુજરાત માં જે રીતે યુવધાન ને બરબાદ કરવા માટે ડ્રગ વેચવા માં આવી રહ્યું છે તેવા લોકો ને પકડવા ખાસ સૂચના પણ આપી દેવામાં આવી છે અને ats સહિત ની અન્ય એજેન્સી દ્વારા અવાર નવાર ડ્રગ પકડી પાડવામાં આવી રહ્યું છે.

અને જેમાં ખાસ કરીને દરિયા માર્ગનું ઉપયોગ થતું હોવાની માહિતી પણ સામે આવી હતી..હાલ આરોપી ની ધરપકડ કરી ડ્રગ કોણ ગુજરાત માં સપ્લાય કરતું હતું તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

(12:08 am IST)