Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

એક વર્ગ એવો પણ છે જે પરિવારમાં દીકરીના જન્મ ની રાહ જોતો હોય છે. આવા પરિવારોને દીકરા કરતા દીકરીના જન્મની વધારે ખુશી થતી હોય છે. અને તેઓ દીકરીના જન્મ લેતા જ તેને વધાવી પણ લેતા હોય છે.

સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના(Govind Dholakia) એકના એક પુત્ર શ્રેયંશ ધોળકિયા ને ત્યાં દીકરીનો જન્મ થતાં આજે તેને અનોખી રીતે વધાવી લેવામાં આવી હતી.

સમાજ ભલે આજે 21મી સદીમાં જીવી રહ્યો હોય, છતાં પણ આ જમાનામાં સ્ત્રી ભૃણ હત્યા કે નવજાત બાળકીને તરછોડી દેવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. જોકે એક વર્ગ એવો પણ છે જે પરિવારમાં દીકરીના જન્મ ની રાહ જોતો હોય છે. આવા પરિવારોને દીકરા કરતા દીકરીના જન્મની( Daughter) વધારે ખુશી થતી હોય છે. અને તેઓ દીકરીના જન્મ લેતા જ તેને વધાવી પણ લેતા હોય છે.

સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના(Govind Dholakia) એકના એક પુત્ર શ્રેયંશ ધોળકિયા ને ત્યાં દીકરીનો જન્મ થતાં આજે તેને અનોખી રીતે વધાવી લેવામાં આવી હતી. રામનવમીના દિવસે શ્રેયાંસ ભાઈ ના ઘરે પારણું બંધાયું હતું અને દીકરી નો જન્મ થયો હતો. તેની પરિવારમાં ખુબ ખુશી જોવા મળી હતી.

જોકે આ ખુશીને લોકો સાથે વહેંચવા, દીકરીના જન્મને વધાવી લેવા તેમજ લોકોમાં બેટી બચાવો બેટી વધાઓ નો સંદેશો આવે તે માટે એક લક્ઝરી બસ સુરતના રસ્તા પર ફેરવવામાં આવી હતી.ગોવિંદ ધોળકિયાની પર્સનલ વેનિટી વાન ને એક જ દિવસમાં સફેદ રંગ માંથી ગુલાબી રંગની કરીને તેના પર ઇટ્સ અ ગર્લ ચાઈલ્ડ નો મેસેજ લખીને હોસ્પિટલ થી લઈને આખા શહેરમાં ફેરવવામાં આવી હતી.

તે બાદ દીકરીને આ જ બસમાં ઘરે લઈ જવામાં આવી હતા. ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે તેમના ઘરે ચાર દાયકા બાદ આજે દીકરીનો જન્મ થયો છે. જેની ખુશી શબ્દોમાં વર્ણવી શકાય નથી. આજે સમાજમાં દીકરી ને વધાવવા માટે ઘણી વાતો થાય છે છતાં પણ પુત્રીના જન્મ થી લોકો નિરાશ પણ થઇ જતા હોય છે. ત્યારે આવા લોકોમાં જાગૃતિ આવે અને દીકરીના જન્મને પણ તેટલું જ પ્રોત્સાહન આપવામાં આવે તે હેતુથી તેમના દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

(12:03 am IST)