Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

GPSSB દ્વારા મુખ્ય સેવિકાની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા પંચાયત માં કર્મચારીઓ એ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી

આવેદનપત્ર માં જણાવ્યા મુજબ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ , ગાંધીનગર દ્વારા લેવાઇ રહેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતે થયેલ અન્યાયમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ( GPSSB ) ગાંધીનગર દ્વારા તા.૩૦-૦૩- ૨૦૨૨ના રોજ જાહેરાત ક્રમાંક : ૧૪ / ૨૦૨૧-૨૨ થી મુખ્ય સેવિકા ( વર્ગ -3 ) ની ભરતી કરવામાં આવેલ છે જે ફકત મહિલા લક્ષી છે . જેમાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવેલ છે . જેમાં એવા ઉમેદવાર જ ફોર્મ ભરી શકે છે જેઓએ સ્નાતક અથવા અનુસ્નાતક હોમ સાયન્સ / સોશિયોલોજી / બાળવિકાસપોષણ / સામાજીક કાર્યકર માંજ થયેલા હોય . પરંતુ આ અગાઉ તા.૨૮-૦૮-૨૦૧૮ના રોજ ગુજરાત સેવા પસંદગી બોર્ડ ( GPSSB ) ગાંધીનગર દ્વારા મુખ્ય સેવિકા ( વર્ગ -૩ ) ની કુલ ૨૭૫ જગ્યા જે પણ મહિલાલક્ષી ભરતી પ્રક્રિયા હતી . તે સમયે શૈક્ષણિક લાયકાતમાં કોઈપણ ક્ષેત્રના સ્નાતક થયેલ ઉમેદવારો ફોર્મ ભરી શકે તેવી જોગવાઈ હતી . જેથી તમામ ક્ષેત્રના મહિલા સ્નાતક ઉમેદવાર તે ભરતીમાં ભાગ લઇ શક્યા હતા.

આ વર્ષની ભરતીમાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરીને કેટલાક મહિલા ઉમેદવારોને અન્યાય થયો છે . તે માટે અમો ન્યાયની આશા સાથે આ થઈ રહેલ ભરતીમાં સત્વરે સુધારા કરવા અંગેની માંગ સાથે તમામ સ્નાતક મહિલા ઉમેદવારોને આ ભરતી પરીક્ષામાં બેસવાની તક મળે તેમ ઘટતું કરી આપવા વિનંતી કરવામાં આવી છે.

(11:50 pm IST)