Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

તિલકવાડાના દેવલીયા ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : પ્રશાંત સુંબે , પોલીસ અધિક્ષક , નર્મદા નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપી પાડવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદા નાઓએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં આવી પ્રવૃતિથી સંકળાયેલ બોગસ ડીગ્રી ધરાવતા ઇસમોની વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અનુસંધાને  બી.જી. વસાવા,પો.સ.ઇ. એલ.સી.બી. તથા સ્ટાફને બાતમી મળેલ કે તિલકવાડા પો.સ્ટે . વિસ્તારના દેવલીયા ગામે એક ઇસમ દવાખાનુ ચલાવે છે જે બાતમી આધારે પી.એચ.સી તિલકવડા ખાતેથી મેડીકલ ઓફીસર ડો. સુબોધકુમાર પટેલ નાઓને સાથે રાખી તિલકવાડા પો.સ્ટે.ના દેવલીયા ગામે ખાતે એક ઇસમ તબીબી ડીગ્રી અને લાયકાતના સર્ટી વગર દવાખાનુ ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાની જણાયેલ જે દવાખાના ઉપર રેડ કરતા અરૂણભાઇ સખારામ ચૌધરી રહે.દેવલીયા તા.તિલકવાડા જી.નર્મદા મુળ રહે.નાંદખેડા પ્રકાશા રોડ , તા.શાહદા જી. નંદુરબાર નાનો દવાખાનુ ચલાવતો હોવાનું જણાઇ આવેલ . સદર ઇસમને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઇ સર્ટી નહી હોવાનું જણાવતા એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો , સીરીંજાનીડલો ) , એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે કિ . ૧૭,૧૭૪ / - ના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો દાખલ કર્યો છે.

(11:48 pm IST)