Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

DDO ના હસ્તે જિલ્લા પંચાયતમાં આરોગ્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 15 જેટલા અધિકારીઓ- કર્મચારીઓને સન્માનિત કરાયાં

જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત કોન્ફરન્સ હોલ ખાતે વેક્સીનેશન સત્કાર સમારંભ યોજાયો

(ભરત શાહ દ્રારા) - રાજપીપળા : જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત કોન્ફરન્સ હોલ ખાતે વેક્સીનેશન સત્કાર સમારંભ યોજાયો જેમાં કોવિડ-૧૯ વેક્સીનેશન, કોવિડ ટેસ્ટીંગ સહિત આરોગ્યલક્ષી વિવિધ કામગીરી માટે  ઉત્તમ  કામગીરી કરનાર  તાલુકાકક્ષાના  ૧૫ જેટલા આરોગ્ય  અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત વેક્સીનેશન ફેસીલેટરોને પ્રશસ્તિપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરાયાં હતાં.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું હતું કે,  અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરોને સૌ પ્રથમ વેક્સીનેટ કરવામાં આવેલ ત્યારબાદ સરકારશ્રીની ગાઇડલાઇનમાં જણાવ્યાં મુજબના તમામ લોકોને વેક્સીનેશન કરવામાં આવેલ છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકો, ૧૫ થી ૧૮ વર્ષના યુવાઓને ફસ્ટ ડોઝ અને સેકન્ડ ડોઝની કામગીરી પૂર્ણ થયેલ છે. તેમજ ૧૮ થી ૬૦ વર્ષના તમામ લોકોને સેકન્ડ ડોઝ આપવામાં આવેલ છે અને ૬૦ થી ઉપરની વયના તમામ વયસ્કોને પણ પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી કાર્યાન્વિત છે.
નર્મદા જિલ્લામાં શરૂઆતના તબક્કામાં કોવિડ વેક્સીન લેવા માટે લોકો તૈયાર ન હતા પરંતુ જિલ્લાના વહિવટીતંત્ર ખાસ કરીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગામડાના સરપંચો, ધર્મગુરૂઓ તેમજ જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ મારફત અને આરોગ્ય શાખાના સંયુક્ત પ્રયત્નો થકી લોકોને વેક્સીન લેવા માટે પ્રોત્સાહિત કરી વેક્સીનનેશનનું કવરેજ કરવામાં આવ્યું હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

(11:48 pm IST)