Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ડેડીયાપડા તાલુકાના ગંગાપુર ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી જિલ્લા, LCB

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : પ્રશાંત ઝુંબે , પોલીસ અધિક્ષક , નર્મદા નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપી પાડવાની સુચના અને માર્ગદર્શન  મુજબ એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદા નાઓએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં આવી પ્રવૃતિથી સંકળાયેલ બોગસ ડીગ્રી ધરાવતા ઇસમોની વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપતા બી.જી.વસાવા , પો.સ.ઇ. એલ.સી.બી. તથા સ્ટાફને  બાતમી મળેલ કે ડેડીયાપાડા પો.સ્ટે . વિસ્તારના ગંગાપુર ગામે એક ઇસમ દવાખાનુ ચલાવે છે જે બાતમી આધારે પી.એચ.સી સામરપાડા ખાતેથી મેડીકલ ઓફીસર ડો. રિપ્પલબેન વસાવા નાઓને સાથે રાખી રેડ કરતા સંતોષ માનુતોષ બીસ્વાસ મુળ રહે . બપલુર તા.રાનાઘડટ જી.નદીયા ( પશ્ચિમ બંગાળ ) હાલ રહે . ગંગાપુર તા.ડેડીયાપાડા જી.નર્મદા નાનો દવાખાનુ ચલાવતો હોવાનું જણાઇ આવતા તેની પાસેથી મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે  રૂ .૨૮,૫૩૦.૮૪ / - ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે.

(11:47 pm IST)