Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

રાજપીપળા શાક માર્કેટમાં લીંબુના ભાવ વધુ રહેતા લોકો હવે લીંબુની અવેજીમાં કાચી કેરી તરફ વળ્યાં

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : હાલમાં ગરમીનું પ્રમાણ વધતા છેલ્લા 25 દિવસથી રાજપીપળા શહેરમાં લીંબુના ભાવ માં ત્રણ ઘણો વધારો થયો હતો જેના કારણે લોકોના સ્વાદમાંથી જાણે લીંબુ ગાયબ થઈ ગયું હતું ત્યારે હાલમાં શાક માર્કેટમાં કાચી કેરી નું આગમન થતા લીંબુની અવેજીમાં લોકો કેરીનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે

એક તરફ તેલ,પેટ્રોલ, ડીઝલ સહિત તમામ વસ્તુઓના ભાવ માં તોતિંગ વધારો થયો હોવાથી નર્મદા જિલ્લાના મધ્યમ,ગરીબ લોકોની આર્થિક સ્થિતિ બગડી હતી ત્યાંજ અચાનક લીંબુ ના ભાવ માં પણ ત્રણ ઘણો વધારો થતાં લોકો એ લીંબુની ખરીદી પર બ્રેક મારી હતી 25 દિવસથી એક કિલો લીંબુના ભાવ 100 ના બદલે 300 રૂપિયા કિલો પર પહોંચ્યો હતો ત્યારે આજની તારીખમાં 200 રૂપિયે કિલો લીંબુ બજારમાં વેંચતા લોકો હવે લીંબુ ના બદલે ખટાશ માટે કાચી કેરીની ઉપયોગ કરી રહ્યા છે.

(11:39 pm IST)