Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

Iconic week ની ઉજવણી અંતર્ગત દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખે જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : ભારત સરકારના પંચાયતી રાજ દ્વારા આયોજિત "આઝાદીકા  અમૃત મહોત્સવ " અંતર્ગત દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે Iconic week  ની ઉજવણી માટે નર્મદા જીલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ સંભાળ્યું હતું અને ત્યારબાદ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નિવાસસ્થાને પી.એમની મુલાકાત કરી ગુજરાત રાજ્યના ૧૬ જીલ્લા પંચાયત ના પ્રમુખો અને પંચાયત પરિષદ ના પદાધિકારીઓએ મુલાકાત કરી પીએમ મોદી સાથે બેસી ચર્ચા કરી હતી જેમાં નર્મદા જિલ્લા તરફથી પર્યુષાબેન ઉપસ્થિત રહ્યા હતા આમ હવે છેક દિલ્હી ખાતે પણ નર્મદા જિલ્લાનો ડંકો વાગ્યો અને એ પણ એક મહિલા પ્રતિનિધિ તરીકે પર્યુષાબેન વસાવા એ બાજી સંભાળી હતી.

(11:37 pm IST)