Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

રાજપીપળા ટીંબા ખડકીમાં IPL ક્રેકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સને રૂ.7,300ના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ઇસમને રાજપીપળા પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો હતો મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસે બાતમીના આધારે રાજપીપળા ટીંબા ખડકીમાં રહેતા શિરાજભાઈ ઈસ્માઈલ મન્સુરી નાઓ પોતાના મોબાઇલ ફોન દ્વારા પોતાના આર્થિક ફાયદા સાફ આઇ.પી.એલ. ક્રિકેટ મેચ સીરીઝમાં પોતાના એન્ડ્રોઇડ મોબાઈલ ફોનની ક્રિકેટ લાઈન ગુરૂ નામની એપ્લીકેશન માં આઈ.પી.એલ ની ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચનો ક્રિકેટના રન ફેરના પૈસા વડે હારજીતનો સટ્ટા બેટીંગનો જુગાર રમી રમાડી ક્રિકેટ મેચના જુગારને લગતા સાહિત્ય તથા બે મોબાઈલ ફોન તથા રોકડ રૂ .૧૮૦૦ / - મળી કુલ રૂ.૭,૩૦૦ / - નો મુદ્દામાલ સાથે પકડાઈ જતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:32 pm IST)