Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

રાજપીપળા સફેદ ટાવર પાસે આંકડા લખનાર શખ્સને 7,640 ના મુદામાલ સાથે જિલ્લા LCB એ ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા પોલીસે બાતમીના આધારે સફેદ ટાવર પાસેથી આંકડા લખનાર શખ્સને પકડી કાયદેસર કાર્યવાહી કરી હતીમળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસે પેટ્રોલિંગ દરમીયાન મળેલી બાતમીના આધારે શ્રવણભાઇ બુધાભાઇ વસાવા રહે. ટેકરા ફળીયા , રાજપીપલા ને સફેદ ટાવર પાસે ખુલ્લી જગ્યામાં પોતાના મોબાઇલમાં ગે.કા. રીતે આંક ફરકના આંકડાઓ લખી રોકડા રૂ .૨૬૪૦ / - તથા મોબાઇલ નંગ -૧ કિ.રૂ .૫૦૦૦ / - મળી કુલ કિ.રૂ .૭,૬૪૦ / - ના મુદામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે.

(11:31 pm IST)