Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ઝરવાણી ગામના રોડ ઉપરથી 25,500નો ઈગ્લીશ દારૂ ઝડપી પાડતી ગરૂડેશ્વર પોલીસ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા :  પ્રશાંત શુમ્બે પોલીસ અધીક્ષક નર્મદા નાઓએ જીલ્લામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી અટકાવવા તથા ઈગ્લીશ દારુની હેરાફેરી કરતા ઈસમોને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી અંગે આપેલ સુચનાઓ અનુસધાને એમ.બી.ચૌહાણ પોલીસ સબ ઈન્સ ગરૂડેશ્વર પો.સ્ટે નાઓને મળેલ બાતમી આધારે ઝરવાણી થી આવતા રોડ ઉપર ધીરખાડી ગામે પાસે પ્રોહી. વોચમાં હતા તે દરમ્યાન પોતાના કબજાની ફોરવ્હીલ ગાડી નં GJ - 06 - EH - 8712 ની આવતા તેને રોકી ગાડીની તપાસ કરતા ગાડીની પાછળની ડિક્કીમાથી પેટીઓ નંગ ૧૦ માં બિયર ટીન નંગ તથા બોટલ નંગ ૦૩ મળી જેની કિ.રૂ ૧૫૦૦ / - નો મળી કુલ્લે પ્રોહી મુદ્દામાલ ૨૫,૫૦૦ / તથા ફોરવ્હીલ ગાડી VOLKSWAGEN કંપનીની છે.જે ગાડી કિ.રૂ ૩,૦૦,૦૦૦ / - ગણી તમામ પ્રોહી મુદ્દામાલ કિ.રૂ ૩,૨૫,૫૦૦ / - વગર પાસ પરમીટનો ગે.કા રીતે રાખી કાયદાના સંધર્ષમાં આવેલ બાળ કિશોર રેઈડ દરમ્યાન પકડાઈ ગયેલ અને તેની સાથેના બે ઈસમો નામે ( ૧ ) સંદીપભાઈ રામાભાઈ વસાવા તથા ( ૨ ) રોહીતભાઈ બાલુભાઈ વસાવા તમામ રહે બોરીદ્રા તા.નાંદોદ જી.નર્મદા નાઓ અંધારાનો લાભ લઈ નાશી જતા ગરડેશ્વર પોલીસે ગુનો દાખલ કર્યો છે .

(11:29 pm IST)