Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

મહેસાણા જિલલાના ૧૦ તાલુકાઓમાં અંદાજે રૂ. ર.પ૦ કરોડના કામની ગતિ મંદ થઇ ગઇ : ઠેકેદારો પાસે મજુરો, કામદારોને નાણા ચુકવવાની ક્ષતા રહી નથી

ગ્રામ પંચાયતોમાં કામ કરતા ઠેકેદારોને વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા સુચના પણ અપાઈ છે

મહેસાણા જિલ્લા પંચાયત અંતર્ગત આવતી 10 તાલુકા પંચાયતોની ગ્રામ પંચાયતોમાં એપ્રિલ મહિનાની શરૂઆત બાદ વિકાસ કાર્યો ઠપ્પ થઈ ગયાં છે.

31 માર્ચથી ગ્રાન્ટ વપરાશની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે અને પંચાયતોમાં વિકાસ કાર્યો માટેની જૂની ગ્રાન્ટ હવે નિરર્થક સાબિત થઈ છે. મહેસાણા જિલ્લાના 10 તાલુકાઓમાં અંદાજે રૂ.2.50 કરોડનાં કામની ગતિ મંદ થઈ ગઈ છે. કારણ કે ઠેકેદારો પાસે કામદારો અને મજૂરોને નાણાં ચુકવવાની ક્ષમતા રહી નથી.

અંતરંગ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર કેટલાંક કામો કરવા માટે ટેન્ડરમાં જણાવેલી સમય અવધિ સમાપ્ત થઈ ગઈ છે. તાલુકા પંચાયતોએ આ ઠેકેદારો કામ ચાલુ રાખી શકે તે માટે ટાઈમ લિમિટમાં વધારો કરવા માટે પરવાનગી માંગી છે. આ સમય મર્યાદામાં પુનઃ વધારો કરાય તેવી શકયતા છે તેમજ માર્ચ મહિનાના નાણાંકીય વર્ષમાં વણવપરાયેલી ગ્રાન્ટથી વિકાસ કાર્યોમાં તેજી આવે તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. બીજી તરફ, ગ્રામ પંચાયતોમાં કામ કરતા ઠેકેદારોને વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા સુચના પણ અપાઈ છે.

મહેસાણા સહિત પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં ગ્રામ પંચાયતોમાં વિવિધ કામ કરતા નાના ઠેકેદારો નહીં નફોકે નહીં નુકશાન ધોરણે કામ કરવા મજબૂર બન્યા છે. છેલ્લાં સાત વર્ષથી ચાલ્યા આવતા સરકારી એસઓઆર સામે રેતી, કપચી, સિમેન્ટ અને લોખંડના ભાવ દોઢાથી બે ગણા થઈ ગયા છે. બીજી તરફ, ચૂકવણાં પણ વિલંબિત થઈ રહ્યાં છે.

(10:51 pm IST)