Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

અમદાવાદના બાળ જૈન દીક્ષાર્થીઓએ નવરંગપુરા ફાયર સ્‍ટેશનની મુલાકાત સંસાર ત્‍યાગોત્‍સવ પહેલા લીધી : સમગ્ર ફાયર સર્વિસને સન્‍માનીત કરવાનો કાર્યક્રમ યોજાયો

જવાનોની કર્તવ્‍ય નિષ્‍ઠાની કદર કરી હતી

અમદાવાદ :  બાળ દિક્ષાર્થીઓએ સંસાર ત્યાગોત્સવ પહેલા અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના નવરંગપુરા ફાયર સ્ટેશનની મુલાકાત કરી, ફાયરના કર્મચારીઓની નિસ્વાર્થ સેવા બદલ સમગ્ર ફાયર સર્વિસને સન્માનિત કરવાનો લાગણીસભર કાર્યક્રમ યોજાયો.માત્ર 11 વર્ષની ઉંમરના બાળકોએ સંસાર ત્યાગ કરી દિક્ષા લેવાનું નક્કી કર્યા બાદ , પોતાના સાંસારિક જીવનને છોડતા પહેલા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની પોતાના જાનના જોખમે, લોકોના જાનમાલનું રક્ષણ કરવાની નિસ્વાર્થ, બાહોશ, સાહસિકતાભરી, કર્તવ્યપરાયણ, ફરજનિષ્ઠાભરી શ્રેષ્ઠ ઉત્તમ ફરજોથી પ્રેરાઈને ફાયર સર્વિસના બહાદુર, સાહસિક કર્મચારીઓને મળવાની અને કદર સાથે આદરભાવથી મીઠાઈ ખવડાવી નવરંગપુરા ફાયર સ્ટેશનની મુલાકાત કરી ફાયરબ્રિગેડના જવાનોની કર્તવ્ય નિષ્ઠાની કદર કરી હતી.

અને પોતાના વિચારો રજુ કર્યા હતા, સાથે સાથે ફાયર સર્વિસની વિવિધ કામગીરીની માહીતી મેળવી હતી. આ બંન્ને દિક્ષાર્થીઓની ઈચ્છા મુજબ તેઓને ફાયર સર્વિસના ફાયર ફાયટરમાં બેસાડી ફેરવીને ગૌરવપૂર્ણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

નવરંગપુરા ફાયર સ્ટેશનના કર્મચારીઓ વતીથી ફાયરમેન અંકિત ભાઈ એન.પટેલ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવેલ કે , જ્યારે આ બંન્ને દિક્ષાર્થીઓ સંપૂર્ણ દિક્ષા લઈ લીધા બાદ, જ્યારે પણ નવરંગપુરા ફાયર સ્ટેશન આગળથી વિચરણ કરતા હોય ત્યારે નવરંગપુરા ફાયર સ્ટેશન ખાતેની પધરામણી સ્વીકારી ફાયર સર્વિસના જવાનો તથા તેમના કુટુંબીજનોને આર્શિવચન આપવા કરેલ વિનંતીનો સહર્ષ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

એક ધાર્મિક ઘટનામાં ફાયર સર્વિસની નિસ્વાર્થ, સાહસિક, જીવદયા પૂર્ણ, પોતાના જાનના જોખમે , લોકોના જાનમાલના રક્ષણ કરવાની આ ઉમદા કામગીરી કદર આ પ્રકારે સૌ પ્રથમવાર સન્માન કરવામાં આવતા સમગ્ર ફાયર સર્વિસના ગૌરવ વધારવાની સૌ પ્રથમવાર બનેલ ઘટના બદલ અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનો સમગ્ર કર્મચારીઓ ગદગદિત થઈ ગયા હતા. અને એ બે દિક્ષાર્થીઓનો અંત:કરણથી આભાર વ્યક્ત કર્યો હતો.

(9:50 pm IST)