News of Sunday, 14th January 2018

રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાની જીતને હાઇકોર્ટમાં પડકારાઇ

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચુંટણીના પરિણામ જાહેર થયે ૨૫ દિવસ જેટલો સમય વીતી ચુક્યો છે. તેમ છતાં પરિણામોને લઈને ચાલી રહેલ વિવાદ હજી ઉકેલાવાનુ નામ લઈરહ્યો નથી. વિજેતા થયેલા ધોળકા બેઠક પરથી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. અત્રેઅે ઉલ્‍લેખનીય છે કે ધોળકા વિધાનસભા બેઠક પરથીભુપેન્દ્રસિંહ ચુડાસનો કોંગ્રેસના તેમના હરીફ ઉમેદવાર અરવિંદ રાઠોડ સામે ૩૨૭ મતથી વિજય થયો હતો.

આ ચુંટણીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાંને કુલ ૭૧,૫૩૦ મત મળ્યા હતા. જ્યારે તેમના પ્રતિસ્‍પર્ધા ઉમેદવાર અરવિંદ રાઠોડને ૭૧, ૨૦૩ મત મળ્યા હતા. ત્યારે હજુ  ચુંટણી પરિણામને કોંગ્રેસનાઉમેદવાર અરવિંદ રાઠોડ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યુ છે. ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ રાઠોડની અરજી પર થોડા દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

(10:13 am IST)
  • અમદાવાદ શાહીબાગનાં ભીલવાસ વિસ્તારમાં 3 શખ્સોએ છરીનાં ઘા મારી કરી યુવકની હત્યા : પોલીસ પહોચી ઘટના સ્થળે access_time 9:33 pm IST

  • ફિલ્મ 'પદ્માવત'ની સત્તાવાર રીલીઝ ડેટ વાયકોમ-18એ જાહેર કરી દીધી છે. ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ થિયેટર્સમાં જોવા મળશે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત તમિલ, તેલુગુ અને હિન્દીમાં એમ ત્રણ ભાષાઓમાં રજુ કરાશે. નિર્માતાઓએ નવા શીર્ષક સાથે પદ્માવતનું પોસ્ટર પણ રજુ કર્યું છે. સેન્સરએ પાંચ ફેરફારો સાથે ફિલ્મને "U/A" સર્ટીફીકેટ આપ્યું છે. આ સર્ટીફીકેટ સાથેની ફિલ્મોને એકલા નાના બાળકોને જોવાની મંજૂરી નથી હોતી. access_time 8:08 pm IST

  • દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંત બાદ હવે કમલ હાસન રાજકારણમાં એન્ટ્રી મારશે. કમલ હાસને ચેન્નઈમાં વિકાસ એવોર્ડ સમારંભમાં હાજરી આપતા જણાવ્યું કે તે 18 જાન્યુઆરીએ રાજનીતિમાં જોડાવવાની યોજના અંગે ખુલાસો કરશે. 26 જાન્યુઆરીના રોજ તેઓ તમિલનાડુની યાત્રા શરૂ કરશે. access_time 3:54 pm IST