Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ગુજરાત ચૂંટણી : બુકીઓ પણ પરિણામને લઇને દુવિધામાં છે

છેલ્લી ઘડી સુધી બુકીઓ ભાવને લઇને અસમંજસમાં: જુના ભાવ પ્રમાણે બુકીઓ કોઇપણ નવા ભાવ લેવા તૈયાર નથી : બીજા તબક્કાના મતદાન પર રહેલો તમામ આધાર

અમદાવાદ, તા.૧૩, આવતીકાલે ૧૪ ડિસેમ્બરને ગુરૂવારના રોજ રાજય વિધાનસભાની બીજા તબકકા માટેની ચૂંટણી માટેનુ મતદાન શરૂ થઈ જશે આ અગાઉ બુકીઓ દ્વારા કયો પક્ષ જીતશે,ભાજપ કે કોંગ્રેસ એ મામલે સટ્ટો લેવાનુ બંધ કરી દેવામા આવતા ૧૮ ડિસેમ્બરના રોજ આવનારા રાજય વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને અનેક પ્રકારના તર્ક-વિતર્ક વહેતા થવા પામ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,ક્રિકેટ સહિતની અન્ય રમતો ઉપર સટ્ટો રમાડી રહેલા બુકીઓ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાની સાથે એકાદ મહિના પહેલા રાજય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને  ૧૧૦ બેઠકો મળી રહી છે એવા દાવા સાથે ભાજપના ૫૦ પૈસા અને કોંગ્રેસનોે દોઢ રૂપિયા આપી સટ્ટો લખવાની શરૂઆત કરવામાં આવી હતી પણ ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર થતાની સાથે ભાજપને ૧૦૫ બેઠકો અને કોંગ્રેસને ૯૦ બેઠકો મળી રહી છે એવા દાવા સાથે ભાજપ અને કોંગ્રેસ માટે એક-એક રૂપિયાનો ભાવ કરી દેવામાં આવ્યો હતો.બીજી તરફ મળતી માહિતી અનુસાર,બીજા તબકકાનુ મતદાન શરૂ થાય એ અગાઉ છેલ્લા એક સપ્તાહમા કરવામા આવેલા બંને મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા જોરદાર પ્રચાર બાદ પરિસ્થિતિએ યુ ટર્ન લેતા બુકીઓએ છેલ્લા ત્રણ દિવસથી સટ્ટો લખવાનુ બંધ કરી દીધુ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ૧૮ ડિસેમ્બરના રોજ આવનારા પરિણામો બાદ કયો પક્ષ જીતશે,ભાજપ કે કોંગ્રેસ એ બાબત ઉપર બુકીઓએ સટ્ટો લેવાનુ બંધ કરી દેતા પરિણામો અંગે અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થઈ જવા પામ્યા છે.સટ્ટા બજારના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર,હમણાં સુધી ભાજપની જીત છે એમ સટ્ટા બજારમાં માનવામા આવી રહ્યુ હતુ.પરંતુ છેલ્લા એક સપ્તાહમાં પરિસ્થિતિ બદલાવા પામી છે.સામે પક્ષે જે પ્રમાણે હાર્દિક અને કોંગ્રેસની સભાઓમાં ભારે ભીડ ઉમટી છે એ પરિબળને પણ ગંભીરતાથી બુકીઓ દ્વારા લેવામા આવી રહી છે.આ કારણે ખરેખર ૧૮ ડિસેમ્બરના રોજ હાથ ધરવામા આવનારી મતગણતરી સમયે શુ પરિણામ આવશે એ અંગે હવે સટ્ટો લેનારા બુકીઓ પણવિમાસણમાં પડી જવા પામ્યા છે.

આ પરિસ્થિતિમાં જો જુના ભાવ પ્રમાણે સટ્ટો લેવાનુ ચાલુ રાખવામા આવે તો બુકીઓને મોટી ખોટ સહન કરવી પડે એવી સંભાવનાની વચ્ચે સટ્ટો લેવાનુ બંધ કરવામા આવ્યુ છે.આમ રાજય વિધાનસભાની ચૂંટણીના બીજા તબકકાના મતદાન અગાઉ બુકીઓ દ્વારા સટ્ટો લેવાનુ બંધ કરવામા આવ્યુ છે આ સાથે જ આવતીકાલે વિવિધ બેઠકો ઉપર કેટલુ મતદાન થાય છે એના ઉપર જ પરિણામનો તમામ દારોમદાર રહેશે એમ પણ માનવામા આવી રહ્યું છે.

(9:38 pm IST)