Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

લોકશાહીના મહાપર્વને મનાવવા માટેની અપીલ

જાતિવાદને ભુલીને મત આપવા જીતુ વાઘાણીની અપીલ

અમદાવાદ, તા.૧૩, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેતી ૯૩ બેઠકોની ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મતદાન કરવા આજે લોકોને અપીલ કરી હતી.વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાત આજે દેશમાં વિકાસ મોડલ બન્યું છે. ગુજરાતમાં વિકાસના પ્રારંભમાં થયેલા અનેક નવા આયામ, સમાજલક્ષી કાર્યો આજે રાષ્ટ્રને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણુ ગુજરાત આગવું ગુજરાત બન્યું છે. ગુજરાતમાં જેમના નેતૃત્વમાં અવિરત વિકાસનો પાયો નંખાયો, ગુજરાતને મજબૂત ટેકો આપ્યો અને રાષ્ટ્રના વડાપ્રધાન બનાવ્યા તે દિશામાં હવે આગળ વધવાની તેમણે અપીલ કરી હતી. બીજ બાજુ ભાજપના પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારે કહ્યું છે કે, જાતિવાદને ભુલીને લોકો વિકાસને મત આપશે તેમ દેખાઈ રહ્યું છે. વિકાસવાદને જ લોકો વંશવાદની સામે પસંદ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહની રેલીઓ અને વિકાસની વાતને લોકો સ્વીકારશે.

(9:37 pm IST)