Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

બીજા તબક્કામાં મતદારો...

૧૮-૨૫ વર્ષની વયમાં ૩૭.૩૭ લાખ મતદારો

        અમદાવાદ,તા. ૧૩ : બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાનાર છે.જેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. બીજા તબક્કામાં જુદી જુદી વયજુથના મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં મેદાનમાં છે. જેમાં ૧૮થી ૨૫ વર્ષની વયના મતદારોની સંખ્યા પણ ખુબ મોટી છે. આ વયજુથમાં પુરૂષ મતદારોની સંખ્યા ૨૧.૨૦ લાખ નોંધાઇ ગઇ છે. જ્યારે મહિલા જુથમાં આ વયમાં ૧૬.૧૬ લાખ મતદારો છે. આ વય જુથમાં કુલ મતદારોની સંખ્યા ૩૭.૩૭ લાખ મતદારો નોંધાયા છે. બીજા તબક્કામાં ક્યા વય જુથમાં કેટલા ઉમેદવારો છે તે નીચે મુજબ છે.

વય

પુરુષ

મહિલા

કુલ મતદાર

૧૮-૨૫

૨૧.૨૦ લાખ

૧૬.૧૬ લાખ

૩૭.૩૭ લાખ

૨૬-૪૦

૪૧.૯૯ લાખ

૩૭.૯૧ લાખ

૮૦.૯૧ લાખ

૪૧-૬૦

૩૭.૮૦ લાખ

૩૬.૩૪ લાખ

૭૪.૧૫ લાખ

૬૦થી ઉપર

૧૪.૪૬ લાખ

૧૬.૦૫ લાખ

૩૦.૫૧ લાખ

કુલ મતદારો

૧.૧૫ કરોડ

૧.૦૭ કરોડ

૨.૨૨ કરોડ

(7:48 pm IST)