Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

કંકાપુરામાં પ્રચારમાં નીકળેલ ભાજપના ઉપપ્રમુખ સહીત બે ને માર મારવાની ઘટના સર્જાતા ચકચાર

બોરસદ:શહેરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ઘમાસાણ તેજ થઈ જવા પામ્યું છે. ગાજણા ગામે ભાજપનો પ્રચાર કરવા માટે ગયેલા ટેમ્પાની તોડફોડ અને એક કાર્યકરને માર મારવાની ઘટનાની ચર્ચા હજી તો સમી નથી ત્યાં ગઈકાલે રાત્રીના સુમારે કંકાપુરા-દહેવાણ વચ્ચે આણંદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સહિત બેને પોલીસની હાજરીમાં બે કારોમાં ઘસી આવેલા આઠેક જેટલા શખ્સોએ માર મારતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

કંકાપુરા-દહેવાણ વચ્ચે એક ગાડી નંબર જીજે-૨૩, બીડી-૨૫૫૫ની ઓવરટેક કરીને પોલીસની ગાડી આગળ ઉભી રહી હતી તેમાંથી પ્રવિણસિંહ ધીરસિંહ પરમાર,જય હિતેન્દ્રસિંહ સિસોદીયા, અજય ચુડાસમા તથા અન્ય એક વ્યક્તિ હતી. આ ચારેય જણાએ પોલીસની હાજરીમાં બોલાચાલી કરવા લાગ્યા હતા ત્યારબાદ બીજી પણ એક કાર પાછળ આવી ચઢી હતી જેમાં કુલદિપસિંહ રાજેન્દ્રસિંહ રાઉલજી, કીશન મહેશભાઈ રાડજ તથા અન્ય બે વ્યક્તિઓ હતી તેઓએ પણ વિજયસિંહ અને ડો. વિરેન્દ્રસિંહ મહિડા સાથે બોલાચાલી અને હાથથી ઝપાઝપી કરીને મારામારી કરી હતી. જેથી પોલીસે વચ્ચે પડીને સમજાવવા છતાં પણ ઝઘડો કરીને માર માર્યો હતો. આ અંગે પોલીસે આઠેય શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:37 pm IST)