Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

સુરતમાં રાજસ્થાનના વેપારી પિતાએ 6 વર્ષ સુધી દીકરીને બ્લેકમેલ કરી હવસનો શિકાર બનાવતા અરેરાટી

સુરત:પુણા વિસ્તારમાં મૂળ રાજસ્થાનના કરિયાણાના વેપારી પિતા તેની ૧૯ વર્ષીય પુત્રીને મારી નાંખવાની ધમકી આપીને છેલ્લા  ૬ વર્ષથી દુષ્કર્મ કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસસૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, મૂળ રાજસ્થાનના પાલીના વતની અને હાલમાં પુણા ખાતે રહેતા સોહનલાલ (નામ બદલ્યું છે) કરિયાણાની દુકાન ચલાવે છે. તેમની મોટી પુત્રી ૧૯ વર્ષિય અને નાની પુત્રી ૭ વર્ષની છે. પિતાએ પોતાની સગી ૧૯ વર્ષીય દિકરી પર દાનત બગાડી હતી.

દિકરી સૂતેલી હોય ત્યારે પિતા શરીર સાથે અડપલા કરતા હતા. છેલ્લા ૬ વર્ષથી મારી નાંખવાની ધમકી આપી અવાર નવાર શારીરિક શોષણ કરતા હતા. આ અંગે સોહનલાલની પત્નીને ગંધ આવી હતી. પરંતુ તેણે પત્નીને પણ ધમકી આપી હતી. આખરે તેની પુત્રીએ હિંમત દાખવીને પિતા વિરૃધ્ધ પુણા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(5:34 pm IST)