Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

પરિણીતાને ઝેરી દવા પીવડાવી મારી નાખવાના ગુનામાં કડીના પતિને 10વર્ષની કેદ: 25 હજારનો દંડ ફટકારાયો

મહેસાણા:કડીમાં પરિણીતાને ઝેરી દવા પીવાડવી મારી નાખવાના પ્રયાસના ગુનામાં પતિને મહેસાણા સેસન્સ કોર્ટે ૧૦ વર્ષ કેદ અને રૃ.રપ હજાર દંડની સજા ફટકારી છે. જયારે દંડની રકમમાંથી પરિણીતાને રૃ.૧પ હજાર વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો.

જાગૃતિબેન પટેલને આરોપી મુકેશભાઈ કનુભાઈ પટેલે ઝેરી દવા પીવડાવી મારી નાંખવાની કોશીષ કરી હતી. આરોપીને અન્ય સ્ત્રી સાથે સબંધ મામલે જાગૃતિબેન પટેલ ઠપકો આપતા આરોપી માનસીક તેમજ શારીરીક ત્રાસ ગુજારી ઝેરી દવા પીવડાવી મારી નાખવાની કોશીષ કરી હતી.
સદર કેસ મહેસાણા કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પરેશભાઈ દવેની દલીલો અને પુરાવા આધારે સેસન્સ જજ એસ.સી. ગાંધીએ આ કેસના આરોપી મહેશભાઈ કનુભાઈ પટેલને તકસીરવાન ઠરાવી મંગળવારે આરોપીને ૧૦ વર્ષ કેદ અને રૃ.રપ હજાર દંડની સજાનો હુકમ કર્યો છે. જયારે દંડની રકમમાંથી રૃ.૧પ હજાર રકમ જાગૃતિબેન પટેલને વળતર પેટે ચુકવવા આદેશ કર્યો હતો.

(5:34 pm IST)