Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

શ્રી સ્વામિનારાયણ મંદિર,મણિનગરમાં ''સ્વામિનારાયણ'' મહામંત્ર ૨૧૬મી જયંતી ઊજવાઇ...

આ દ્યોર કળીયુગમાં જીવાત્માએ ડગલે ને પગલે અંતશત્રુઓ સાથે યુદ્ઘ કરવાનું છે. તે માટે ''મોક્ષાભિલાષીઓનું સર્વરીતે રક્ષણ થાય અને મોક્ષમાર્ગમાં બળ મળી રહે તેને માટે કઈક ઉપાય કરો...'' આમ વિચાર કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્થાપિત અલૌકિક- દિવ્ય સંપ્રદાયમાં સત્સંગની વૃદ્ઘિ-વિકાસ અને અસંખ્યાતીત હરિભકતોનું આત્યંતિક કલ્યાણ કરવા સ્વયં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને  આજથી ૨૧૬ વર્ષ પૂર્વે પોતાના દિવ્ય મુખકમળમાંથી ''સ્વામિનારાયણ'' મહામંત્રની ઉધ્દ્યોષણા કરી. તે ધન્યતમ શુભદિન હતો વિક્રમ સંવત ૧૮૫૮ માગશર વદ એકાદશી- સફલા અગિયારસ,  તારીખ ૩૧-૧૨-૧૮૦૧ ને ગુરુવાર...

શ્રી હરિજીએ ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામીના ચૌદમાની વિશાળ સભામાં સ્વમુખે ''સ્વામિનારાયણ'' મહામંત્રનો ઉધ્દ્યોષ કર્યો ત્યારથી અવિરતપણે સંપ્રદાયમાં સર્વ આબાલવૃદ્ઘ અનુયાયી નરનારીઓ આ ''સ્વામિનારાયણ'' મહામંત્રના નામનું ભજન સ્મરણ કરે છે. અનંત બદ્ઘ જીવાત્માઓને માયાના પાશથી મૂકાવીને મુકત બનાવવા માટે પધારેલા સર્વાવતારી શ્રી ભગવાનની અણમોલ વરદાનરૂપ ભેટ એટલે ૨૧૬ વર્ષ પૂર્વે પોતાના દિવ્ય મુખકમળમાંથી ઉચ્ચારાયેલો ષડક્ષરી ''સ્વામીનારાયણ'' મહામંત્ર.

સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન ''સ્વામિનારાયણ'' મહામંત્રનો મહિમા ગાતા શ્રી મુખવાણી વચનામૃતમાં કહે છે  ...''ગમે તેવો પાપી હોય ને અંત સામે જો તેને  ''સ્વામિનારાયણ'' એવા નામનું ઉચ્ચારણ થાય, તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમહોલને વિષે નિવાસ કરે...'' (વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ  ૫૬)

''સ્વા...મિ...ના...ર...ય...ણ...'' આ ષડક્ષરી મહામંત્રનો કેવો પ્રૌઢ પ્રતાપ છે તે શ્રી વિહારીલાલજી મહારાજ બતાવે છે

''જે સ્વામિનારાયણ નામ લેશે, તેનાં બધા પાતક બાળી દેશે;

છે નામ મારાં શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક...''

                                           (શ્રી હરિલીલામૃત કળશ ૫/વિશ્રામ ૩) 

યંત્ર માણસને ઝડપ અને સુવિધા આપે છે, તંત્ર માણસને વ્યવસ્થા અને સરળતા આપે છે, પરંતુ જયાં તંત્રથી પર ન પડે, ત્યાં મહામંત્રની પવિત્ર ઊર્જા મનુષ્યને તારે છે. અહીં ''સ્વામિનારાયણ'' મહામંત્રની એવી ઊર્જાનું સ્મરણ છે. આજથી ૨૧૬ વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વમુખે આ મહામંત્ર આપ્યો છે. જે દિવ્ય અનુભવ પૂર્વે હજ્જારો સંતો-ભકતોએ કર્યો છે,વર્તમાનકાળમાં સેંકડો સંતો-ભકતો કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ લાખો મુમુક્ષુઓ દિવ્ય અનુભવ કરતા રહેશે.

''સ્વામિનારાયણ'' મહામંત્ર અનેક કષ્ટોના મહાસાગરમાં નૌકા બની રહે છે.જયાં માણસનું બાહુબળ, બુદ્ઘિબળ, સંપત્ત્િ।બળ કે લોકબળ ખૂટીપડે છે ત્યાં ''સ્વામિનારાયણ'' મહામંત્રની પવિત્ર ઊર્જા તેને તારે છે.

આવા મહામંગલકારી ''સ્વામિનારાયણ'' મહામંત્રની ૨૧૬ મી જયંતીની ઉજવણી  ભૂમંડળસ્થિત તીર્થોત્ત્।મ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં પૂજનીય સંતો-ભકતોં અને વિદ્યાર્થીઓએ સાથે મળીને પૂજન, અર્ચન, આરતી વગેરે  દ્વારા કરી હતી.

(3:44 pm IST)