Gujarati News

Gujarati News

News of Sunday, 13th September 2020

રાજપીપળા ખાતે દર ગુરુવારે ભિક્ષુકો તથા જરૂરિયાતમંદ લોકોની પડખે ઉભા રહેતા હમદર્દોનું સરાહનીય સેવાકાર્ય

ભૂખ્યાને ભોજન,ઉઘાડા પગે ફરતા લોકોને ચપ્પલ,કપડાં, ધાબળા સહિત ની જરૂરી વસ્તુઓ પુરી પાડતા અન્નપૂર્ણા મંડળ ના સેવાભાવી સભ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર માં ગમે તે સિઝન માં ગમે તેવી આફત વચ્ચે પણ ભિક્ષુકો સહિતના લોકો માટે મસીહા બની પહોંચી જતા અન્નપૂર્ણા મંડળના કાર્યકરો છેલ્લા ત્રણ વર્ષ થી જરૂરિયાતમંદો માટે અડીખમ ઉભા રહી સેવાકાર્ય કરતા આવ્યા છે જેમાં દર ગુરુવારે શહેર માં ફરતા ભિક્ષુકો સહિતના લોકો ને ખૂણે ખૂણે થી શોધી કાઢી જરૂરિયાત મુજબ ભોજન,ચપ્પલ, કપડાં,ગરમ વસ્ત્રો સહિત ની ચીજવસ્તુઓ પહોંચાડે છે.આ સેવા આજે પણ અવિરત પણે ચાલી રહી હોય દર ગુરુવારે આ સેવાકાર્યમાં ખડે પગે રહેતા કલ્પેશભાઈ મહાજન,બિપિનભાઈ વ્યાસ, નમિતાબેન મકવાણા, કમલેશભાઈ ચૌહાણ,રાકેશભાઈ પંચોલી,કલ્પેશભાઈ ચૌહાણ,અંકુરભાઈ ઋષિ જેવા વ્યક્તિઓએ આ કાર્યને જાણે પોતાની આદત બનાવી દીધી હોય રાજપીપળા શહેર માં ફરતા કે રહેતા જરૂરિયાતમંદ માટે આ લોકોની સેવા કાબિલેતારીફ કહી શકાય તેવી છે.

 અગત્યની બાબત એ છે કે આ અન્નપૂર્ણા મંડળ ના સભ્યો તેમના સેવાકાર્ય માટે કોઈ પાસે દાન પેટે પૈસા નથી ઉઘરાવતા પરંતુ તેમનું આ સેવાકાર્ય જોઈ જ દાનવીરો આ મંડળ ને જરૂરી વસ્તુઓ આપે છે એ તમામ વસ્તુઓ આ મંડળ જરૂરિયાતમંદ લોકો સુધી પોતાના વાહનો મારફતે પહોંચાડે છે.ત્યારે નિસ્વાર્થ ભાવે જરૂરિયાતમંદો માટેની સેવા કરતા આ મંડળ ને હાલ ઘણા દાનવીરો થકી વસ્તુઓ મળી રહી છે.

(7:36 pm IST)