Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

જવાહર નવોદય વિધાલયમાં પ્રવેશ માટે નર્મદામાં ૨૮૨૭ માંથી ૨૦૧૮ વિધાર્થીઓ એ પરીક્ષા આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા માં આવેલી જવાહર નવોદય વિધાલયમાં ધોરણ -૬ માં પ્રવેશ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું . બુધવારે પ્રવેશ પરીક્ષામાં કુલ -૨૮૨૭ વિધાર્થીઓ માંથી ૨૦૧૮ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી,૮૦૯ વિધાર્થીઓ ગેરહાજર હતાં.પરીક્ષા દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ અને નવોદય વિદ્યલયના આચાર્યા શેફાલી મેડમે વિઝીટ કરી હતી

 આ પરીક્ષા પાસ કરનાર વિધાર્થીઓને ધોરણ -૬ થી ૧૨ સુધી વિના મૂલ્ય તમામ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી સહાય આપવામાં આવે છે નર્મદા જિલ્લા માં ધોરણ -૬ માટે દર વર્ષે નવોદય વિધાલય સમિતિ દ્વારા પરીક્ષા નું આયોજન કરે છે . આ પરીક્ષા ધોરણ -૫ માં અભ્યાસ કરતાં વિધાર્થીઓ આપી શકે છે જેમાં કઠિન પરિશ્રમ કરનાર વિધાર્થીઓ આ પરીક્ષા સારી રીતે પાસ કરી શકે છે . બુધવારે વર્ષ ૨૦૨૨-૨૨ માટે પ્રવેશ પરીક્ષા નર્મદા જિલ્લા માં ૦પ તાલુકા માં કુલ -૧૭ કેન્દ્રો ખાતે ૨૦૧૮ વિધાર્થીઓ એ પરીક્ષા આપી હતી જેમાં ૭૧ % વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી , અને ૨૮ % વિધાર્થીઓ ગેરહાજર હતાં . આ પરીક્ષા પાસ કરનાર પ્રતિભાશાળી બાળકો ને સરકાર દ્વારા વિના મૂલ્ય ધોરણ -૧૨ સુધી તમામ સુવિધાઓ આપવામાં આવે છે . જેમાં રહેવા - જમવા , યુનિફોર્મ , પાઠયપુસ્તકો વગેરે મળે છે . આ પરીક્ષા પાસ કરવા દર વર્ષે મોટી સંખ્યા માં બાળકો પરીક્ષા આપે છે.ચાલુ વર્ષે કોવિડ -૧૯ હોવા છતાં ૨૦૧૮ વિધાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી નવોદય વિધાલયમાં પ્રવેશ મેળવવા માટે પ્રયત્ન કર્યો છે તેમ જવાહર નવોદય વિધાલય , કેવડીયા કોલોની ના આચાર્ય શૈફાલીબેને જણાવ્યું હતું.

(11:22 pm IST)